Gujarati NewsMumbai। Maharashtra difficulties of Kirit Somaiya and his son increased, case registered, Mumbai Police started investigation
Maharashtra Politics: કિરીટ સોમૈયા અને તેમના પુત્રની મુશ્કેલી વધી, આ કલમો હેઠળ નોંધાયો કેસ , મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ
મહારાષ્ટ્રમાં નારાયણ રાણે, નિતેશ રાણે, પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન અને કિરીટ સોમૈયા જેવા વરિષ્ઠ નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Kirit Somaiya (File Image)
Follow Us:
ભારતીય જનતા પાર્ટી (BJP Maharashtra)ના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા(Kirit Somaiya) મહા વિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓમાં દરરોજ વધારો કરી રહ્યા છે. મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓ અને તેમના મંત્રીઓ સમક્ષ મુદ્દા ઉઠાવતા રહે છે. પરંતુ હવે તેમની પોતાની સમસ્યાઓમાં વધારો થતો જણાય છે. પૂર્વ સૈનિક બબન ભોસલેએ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં BJP નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને તેમના પુત્ર કાઉન્સિલર નીલ સોમૈયા વિરુદ્ધ IPCની કલમ 420, 406, 34 વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે બીજેપી નેતા કિરીટ સોમૈયા પર મોટો આરોપ લગાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે INS વિક્રાંતને બચાવવા માટે જમા કરવામાં આવેલા પૈસા ક્યાં ગયા?
સંજય રાઉતે કિરીટ સોમૈયા પર પ્રહાર કરતા કહ્યું કે વર્ષ 2013-14માં ભાજપે INS વિક્રાંતને બચાવવા માટે અભિયાન ચલાવ્યું હતું અને લોકો પાસેથી પૈસા ભેગા કર્યા હતા.આ પૈસા રાજભવનમાં જમા કરવાના હતા અને કિરીટ સોમૈયાએ તે સમયે રાજભવનમાં પૈસા જમા કરાવવાની વાત કરી હતી, પરંતુ જ્યારે તેમણે રાજભવન પાસેથી માહિતી માંગી ત્યારે આવા કોઈ પૈસા મળ્યા ન હતા.
સંજય રાઉતનો દાવો
શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે આ 57 કરોડનું કૌભાંડ છે.તેમણે આ મામલાની તપાસની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કિરીટ સોમૈયાએ જમા કરેલા પૈસાનો ઉપયોગ તેમના વ્યવસાય માટે કર્યો હતો.આ પછી બુધવારે મોડી રાત્રે કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, હાલમાં બોમ્બે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
જો કે હજુ સુધી કિરીટ સોમૈયા તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ કિરીટ સોમૈયા આગળ શું કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આ પહેલા પણ કિરીટ સોમૈયા તેમના પર લાગેલા આરોપો પર બોલી ચૂક્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટી કિરીટ સોમૈયાના બચાવમાં કેવી રીતે આવે છે તે જોવાનું પણ ખૂબ મહત્વનું રહેશે.
પરંતુ મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓએ હવે ભાજપના નેતાઓ પર પલટવાર શરૂ કર્યો છે. મહારાષ્ટ્રમાં નારાયણ રાણે, નિતેશ રાણે, પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન અને કિરીટ સોમૈયા જેવા વરિષ્ઠ નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસે અન્ય એક આરોપની તપાસ શરૂ કરી
થોડા દિવસો પહેલા સંજય રાઉતે પણ ED અધિકારીઓ પર જીતુ નવલાની નામના વ્યક્તિ સાથે મળીને પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો.મુંબઈ પોલીસ પણ આની તપાસ કરી રહી છે, આ માટે મુંબઈ પોલીસે ખાસ SIT ટીમની રચના કરી છે. જેઆ સમગ્ર મામલાની તપાસ કરશે.આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.