Maharashtra : બેંગાલુરુથી નાગપુર મંગાવ્યુ કુરિયર, બોક્સ ખોલ્યુ તો નિકળ્યો ઝેરી કોબ્રા

|

Nov 17, 2021 | 9:22 AM

બોક્સમાં એક કાણું હતું જેમાંથી સાપ બહાર આવ્યો હતો. અનુમાન છે કે સાપ તે છિદ્રમાંથી જ પ્રવેશ્યો હતો. જોકે સાપ ગયા પછી પણ સુનીલ લખેટે અને તેના પરિવારના સભ્યોના હૃદયમાં ડર ઘેરાઈ ગયો છે.

Maharashtra : બેંગાલુરુથી નાગપુર મંગાવ્યુ કુરિયર, બોક્સ ખોલ્યુ તો નિકળ્યો ઝેરી કોબ્રા
Maharashtra: Courier from Bengaluru to Nagpur has a box containing Cobra.

Follow us on

બેંગ્લોરથી (Bengaluru) કુરિયર મોકલવામાં આવ્યું. કુરિયર દ્વારા માલ આવ્યો. માલ નાગપુર (Nagpur) પહોંચ્યો. જેણે બોક્સ ખોલ્યું તે આગળ શું થવાનું છે તેનાથી અજાણ હતો. તેણે બોક્સ ખોલતાં જ જે જોયું તે જોઇને જોરથી ચીસ પાડી ઉઠ્યો, સામાનના બદલામાં કોબ્રા બહાર આવી ગયો હતો!

કુરિયરના બોક્સમાંથી કોબ્રા સાપ નીકળવાની આ ઘટના સાચી છે. આવું નાગપુરના જ્ઞાનેશ્વર નગરમાં રહેતા સુનીલ લખેટે સાથે થયું હતું. તેણે બેંગ્લોરથી કેટલોક સામાન મંગાવ્યો હતો. સામાનનું બોક્સ ઘરે આવ્યુ. તેણે બોક્સ ખોલ્યું તો એક ઝેરી કોબ્રા બહાર આવ્યો. આ પછી તેની સિત્તી-પિત્તી ગુમ થઇ ગઈ. સામાન મળવાનો આનંદ ઓછો થઈ ગયો. ડર તેના હૃદયને ઘેરી વળ્યો. પણ પછી સાપ તેના રસ્તે નીકળી ગયો.

સુનીલ લખેટેની પુત્રી બેંગ્લોરમાં નોકરી કરે છે. પરંતુ વર્ફ ફ્રોમ હોમને કારણે તે ઘણા દિવસોથી ઘરેથી કામ કરી રહી હતી. જેના કારણે સુનીલ લખેટે તેની પુત્રીનો તમામ સામાન બેંગ્લોરથી નાગપુર મંગાવી લીધો હતો. આ કામ માટે તેણે એક મોટી અને સારી કુરિયર કંપનીને હાયર કરી. કુરિયર કંપનીએ બોક્સ ભરીને આ માલ નાગપુર મોકલ્યો હતો. કંપનીના કુરિયર બોયએ તમામ સામાન લખેટેના ઘરે પહોંચાડ્યો હતો. સુનિલ લખેટે વસ્તુઓનું બોક્સ ખોલ્યું તો અંદરથી ઝેરી કોબ્રા નીકળ્યો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ દરમિયાન, સાપ બોક્સમાંથી બહાર આવ્યો અને સરકતો સરકતો આગળ વધ્યો. સુનીલના દિલમાં ડર વધી ગયો. તે અસહાય સાપને જોતો રહ્યો. કહેવાય છે કે જો તમે સાપને ન છેડો તો સાપ પણ તમને કઇ નથી કરતો. બસ આ વ્યક્તિએ પણ એવું જ કર્યુ અને જોત જોતામાં સાપ આગળ નીકળી ગયો. આ બાદ તેમણે સાપ પકડનાર એક મિત્રને ફોન કર્યો જોકે તે મિત્રને સાપ તો ન મળ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોક્સમાં એક કાણું હતું જેમાંથી સાપ બહાર આવ્યો હતો. અનુમાન છે કે સાપ તે છિદ્રમાંથી જ પ્રવેશ્યો હતો. જોકે સાપ ગયા પછી પણ સુનીલ લખેટે અને તેના પરિવારના સભ્યોના હૃદયમાં ડર ઘેરાઈ ગયો છે.

આ પણ વાંચો –

Mahisagar: CM એ કહ્યું ‘નામ જાહેર થતા મને પણ અચંબો થયો હતો’, હળવી મજાક કરી કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો

આ પણ વાંચો – IND vs PAK: ભારતીય ટીમ આગામી 4 વર્ષમાં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે, 16 વર્ષ થી જે નથી થયુ એ ટીમ ઇન્ડિયા કરશે!

આ પણ વાંચો – સાવધાન ! જો તમે માછલી ખાવાના શોખીન છો તો જરા ચેતી જજો, આ માછલીને આરોગવાથી થશે કેન્સર, જાણો સમગ્ર વાત

Next Article