Maharashtra Corona Cases: કોરોના બન્યો કાળ, એક જ દિવસમાં 86 મોતથી ચિંતા, મુંબઈમાં ઓછા કેસ આવતા રાહત

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 86 લોકોના મોત થયા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં 33 હજાર 914 નવા કેસ નોંધાયા છે. સાથે જ 30 હજાર 500 લોકો કોરોનાથી સાજા થયા છે, પરંતુ મંગળવારે મુંબઈમાં માત્ર 1815 નવા કેસ નોંધાયા છે.

Maharashtra Corona Cases: કોરોના બન્યો કાળ, એક જ દિવસમાં 86 મોતથી ચિંતા, મુંબઈમાં ઓછા કેસ આવતા રાહત
Corona testing (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 11:46 PM

મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના (Maharashtra Corona Update) ના કારણે 86 લોકોના મોત થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 33 હજાર 914 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 30 હજાર 500 લોકો કોરોનાથી સાજા થયા છે. પરંતુ મુંબઈએ કોરોના સામેની લડાઈમાં કમર કસી લીધી છે. મંગળવારે મુંબઈમાં માત્ર 1815 નવા કેસ નોંધાયા છે. સોમવારે 1857 કેસ નોંધાયા હતા. આ દરમિયાન, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે 10 લોકોના મોત પણ થયા છે. મંગળવારે 753 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. છેલ્લા એક દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના પણ 13 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2858 કેસ નોંધાયા છે. તેમાંથી 1534 લોકો ઓમિક્રોનમાંથી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી, જો આપણે રાજ્યમાં કોરોના સંબંધિત પરિસ્થિતિ વિશે વાત કરીએ, તો હાલમાં મૃત્યુ દર 1.87 છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 લાખ 20 હજાર 436 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેના કારણે રાજ્યમાં રિકવરી રેટ હવે 94.07 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 16 લાખ 20 હજાર 371 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 3358 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7 કરોડ 36 લાખ 84 હજાર 359 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં અત્યાર સુધી કોરોનાથી સબંધિત સ્થિતિ, 753 લોકોએ કોરોનાને હરાવ્યો

મુંબઈમાં કોરોના સંબંધિત સ્થિતિ વિશે વાત કરીએ તો, જે 1815 નવા કેસ સામે આવ્યા છે, તેમાંથી 293 સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9 લાખ 97 હજાર 42 લોકો કોરોનાથી સાજા થયા છે. આ રીતે મુંબઈમાં કોરોના રિકવરી રેટ 96 ટકા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલમાં મુંબઈમાં 22 હજાર 185 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 161 દિવસ થઈ ગયો છે. કોરોના ગ્રોથ રેટ પણ વધીને 0.42 ટકા થઈ ગયો છે. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોના કેસને કારણે મુંબઈમાં હાલમાં 34 ઈમારતો સીલ કરવામાં આવી છે.

દિલ્હીમાં કોરોનાના કારણે 31 મૃત્યુની તુલનામાં મુંબઈમાં નોંધાયા 11 મૃત્યુ

મહારાષ્ટ્રમાં મંગળવારના રોજ ફરી એકવાર મૃત્યુઆંક વધી ગયો છે. પરંતુ મુંબઈમાં કોરોનાના કારણે મૃત્યુઆંક લગભગ અટકી ગયો છે. મુંબઈમાં મંગળવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 10 છે. સોમવારે પણ મુંબઈમાં 11 લોકોના મોત થયા હતા. મુંબઈમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક દસ અને અગિયાર પર યથાવત છે. હાલમાં રાહતની વાત એ છે કે સમગ્ર મહારાષ્ટ્રના રેકોર્ડની જેમ આમાં ઉછાળો જોવા મળી રહ્યો નથી. દિલ્હીની તુલનામાં પણ જોઈએ તો મુંબઈમાં મૃત્યુઆંક નિયંત્રણમાં છે.

આ પણ વાંચો :  Maharashtra Cyber Crime : મહારાષ્ટ્રના પુણેમાં ફેલાયેલી છે ‘જોબ ફ્રોડ’ની જાળ, એક વર્ષમાં કેટલાય યુવાનો પાસેથી લૂંટી લીધા 87 કરોડ

g clip-path="url(#clip0_868_265)">