Maharashtra Corona: મહારાષ્ટ્રની ચિંતા વધી, જે ધારાસભ્યના ધરે મંત્રી, સાંસદ અને અડધો ડઝન ધારાસભ્યોએ લીધું ભોજન, તેમને જ થયો કોરોના
મહારાષ્ટ્રના પરભણી ગંગાખેડના ધારાસભ્ય ડૉ. રત્નાકર ગુટ્ટે (Ratnakar Gutte) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રના પરભણી ગંગાખેડના ધારાસભ્ય ડૉ. રત્નાકર ગુટ્ટે (Ratnakar Gutte) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વધુ ચિંતાની વાત એ છે કે, તેઓ કોરોના પોઝિટિવ મળ્યાના 24 કલાક પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણ સહિત એક સાંસદ, પાંચ ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યએ સાથે ભોજન લીધું હતું. જ્યારે ડૉ. રત્નાકર ગુટ્ટેએ તેમની તબિયત બગડતી જોઈ અને તેમને ખબર પડી કે તેમના શરીરમાં કોરોનાના હળવા લક્ષણો છે, ત્યારે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અશોક ચવ્હાણ, સાંસદ સંજય જાધવ, ધારાસભ્ય અમર રાજુરકર, ધારાસભ્ય બાબાજાની દુરાની, ધારાસભ્ય સુરેશ વરપુડકર, ધારાસભ્યો ડૉ. રાહુલ પાટીલ અને જીતેશ અંતાપુરકર અને ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. મધુસુદન કેન્દ્ર ગઈકાલે તેમના વિસ્તાર ગંગાખેડમાં રેલવે ફ્લાયઓવરના ઉદ્ઘાટન સમયે હાજર હતા. તેમની સાથે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ પૂરો થયા બાદ અશોક ચવ્હાણ સહિત તમામ નેતાઓની ટુકડી રત્નાકર ગુટ્ટેના ઘરે પહોંચ્યા હતા. તમામે સાથે મળીને તેમના ઘરે ભોજન લીધું હતું. આ સમાચારથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. ધારાસભ્ય રત્નાગકર ગુટ્ટેએ પણ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
નેતાઓમાં કોરોનાનો કહેર
જણાવી દઈએ કે ગઈકાલે (10 જાન્યુઆરી) રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પણ કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી હતી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત અત્યાર સુધીની સ્થિતિ
મહારાષ્ટ્રમાં કોરોનાની અરાજકતાને સોમવારે થોડી લગામ લાગી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટીને 33 હજાર 470 થઈ ગઈ છે. રવિવારની સરખામણીએ સોમવારે 10 હજાર 900 કેસ ઓછા આવ્યા છે. તેમજ 8 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રવિવારે 44 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં પણ 29 હજાર 671 લોકોને કોરોનામાંથી મુક્ત થયા છે. તે જ સમયે, સોમવારે મુંબઈમાં કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો થયો છે.
સોમવારે (10 જાન્યુઆરી) મુંબઈમાં 13 હજાર 648 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા રવિવાર કરતાં લગભગ છ હજાર ઓછી છે. દરમિયાન, એક દિવસમાં કોરોનાથી 5 મોત પણ થયા છે. અગાઉ ચાર દિવસથી મુંબઈ અથવા તેની નજીકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા. દરમિયાન, ઓમિક્રોન વિશે વાત કરીએ તો, સોમવારે રાજ્યમાં 31 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: Shahrukh Khanના મન્નતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો