AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો : મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ, 15 જાન્યુઆરી સુધી આ શહેરોમાં કોલ્ડવેવની આગાહી

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરી સુધી તાપમાન હજુ વધુ ઘટશે. જેમાં મુંબઈ, પૂણે અને નાગપુરમાં સૌથી ઓછું તાપમાન નોંધાશે.

મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો : મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ, 15 જાન્યુઆરી સુધી આ શહેરોમાં કોલ્ડવેવની આગાહી
cold wave in maharashtra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:37 PM
Share

Maharashtra Weather Update : મહારાષ્ટ્રમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે. મંગળવારની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં (Mahabaleshwar)તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સવારે છ વાગ્યે વેન્ના તળાવ પાસે તાપમાન માત્ર એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતું. સોમવારની સરખામણીએ મંગળવારે ​​આ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રાજ્યમાં ઠંડી સાથે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં (Maharashtra Rain Forecast) આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.

મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ

આગામી બે-ત્રણ દિવસમાં વરસાદના કારણે ઠંડીમાં પણ ચમકારો જોવા મળશે. હાલમાં પ્રવાસીઓ મહાબળેશ્વરમાં શિમલા(Shimla)  જેવો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર તરફથી આવી રહેલી શીત લહેરના કારણે તાપમાનમાં (Temperature)આટલો ઘટાડો થયો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. બીજી તરફ રાજ્યમાં નંદુરબાર જિલ્લામાં(Nandubar District)  પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વધુ પડી ઠંડીના કારણે સાતપુરાના ગાઢ અને દુર્ગમ જંગલોની આસપાસના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. ભારે ઠંડીના કારણે લોકો બહાર જવાનુ પણ ટાળી રહ્યા છે.

વિદર્ભમાં કમોસમી વરસાદથી ખેડુતોનો વ્યાપક નુકશાન

નાગપુર સહિત સમગ્ર રાજ્યમાં હાલ શીત લહેર અનુભવાઈ રહી છે. વિદર્ભમાં પણ ઠંડી વધી છે પરંતુ અહીં કમોસમી વરસાદની અસર વધુ છે. નાગપુર જિલ્લામાં(Nagpur District)  કમોસમી વરસાદના કારણે માત્ર તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો નથી, પરંતુ રવિ પાકને પણ મોટું નુકસાન થયું છે. વિદર્ભ અને મરાઠવાડામાં કમોસમી વરસાદને કારણે લગભગ 2 લાખ હેક્ટર ખેતીનો નાશ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદની આગાહીને પગલે નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લાઓ માટે ગુરુવાર સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં હજુ પણ ઠંડીનું જોર રહેશે

તમને જણાવી દઈએ કે, મુંબઈ અને કોંકણ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નાંદેડ, વાશિમ અને સોલાપુર જેવા જિલ્લાઓમાં પણ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરી સુધી તાપમાનમાં વધુ ઘટાડો થશે. બુધવારે મુંબઈમાં તાપમાન લઘુત્તમ 17 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો તે 29 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

આ પણ વાંચો : મહામારી સાથે માવઠાનો માર : ભરશિયાળે આ રાજ્યમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">