Mumbai : આ વખતે ‘દહીં હાંડી ઉત્સવ’ ઉજવાશે ? CM ઉદ્ધવ ઠાકરે આજે કરશે નિર્ણય

|

Aug 23, 2021 | 9:38 AM

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જન્માષ્ટમીના તહેવાર નિમિતે દહીં હાંડીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ તહેવાર થઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા મુંબઈની દહી હાંડી સમિતિઓએ (Committee)તહેવાર ઉજવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે પરવાનગી માંગી છે.

Mumbai : આ વખતે દહીં હાંડી ઉત્સવ ઉજવાશે ?  CM ઉદ્ધવ ઠાકરે આજે કરશે નિર્ણય
Cm Uddhav Thackeray (File Photo)

Follow us on

Mumbai : મુંબઈ સહિત દેશભરમાં જન્માષ્ટમીના (Janmashtami)તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ તહેવારનો ઉત્સાહ મુંબઈગરોમાં વધુ જોવા મળે છે. દર વર્ષે આ ખાસ પ્રસંગે ઝાંખી કાઢવામાં આવે છે અને અહીં દહી હાંડીનું આયોજન કરવામાં આવે છે. જો કે, ગયા વર્ષે કોરોનાને કારણે દહી હાંડીનો તહેવાર (Festival) પણ ઉજવી શકાયો ન હતો. આ વર્ષે કોરોના સંક્રમણમાં થયેલા ઘટાડો થતા શહેરની તમામ દહી હાંડી સંકલન સમિતિઓએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ઉજવણી માટે પરવાનગી આપવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray )આજે 23 ઓગસ્ટના રોજ મુંબઈના દહી હાંડી મંડળો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી છે. દહી હાંડી સમિતિઓએ ભૂતકાળમાં મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે કોરોના માર્ગદર્શિકાને અનુસરીને, નાના પાયે આ કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી આપવી જોઈએ. જો કે આ મુદ્દે આજે મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય  લેવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દહી હાંડી લોકપ્રિય 

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જન્માષ્ટમીના તહેવાર નિમિતે દહીં હાંડીનું વિશેષ આયોજન કરવામાં આવે છે.આ માટે યુવાનો અને બાળકો ઘણા દિવસો પહેલા જ તેની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે છે. જમીનથી 20-30 ફૂટની ઉંચાઈએ લટકતા માટીના વાસણને તોડવા માટે આ યુવાનો પિરામિડ બનાવે છે અને દહીંની હાંડીને તોડે છે. તમે ઘણી બોલીવુડ ફિલ્મો (Bollywood Movie) અને ગીતોમાં પણ ઘણી વખત દહી હાંડીનું દ્રશ્ય જોયું હશે, ઉપરાંત તેમાં વિજેતા ટીમને પુરસ્કાર પણ આપવામાં આવે છે.

શા માટે દહી-હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે?

ભગવાન કૃષ્ણ પાસેથી માખણ છુપાવવા માટે વૃંદાવનમાં મહિલાઓએ માખણના વાસણને ઉપર લટકાવવાનું શરૂ કર્યું. જેથી ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મિત્રો માખણ ચોરી ન શકે, પણ તોફાની કાનો ક્યાં કોઈને છોડવાનો હતો. માખણ ચોરવા માટે શ્રી કૃષ્ણ તેના મિત્રો સાથે પિરામિડ બનાવતા અને ઉંચાઈ પર લટકતા વાસણમાંથી દહીં અને માખણ ચોરતા. તેનાથી પ્રેરાઈને જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડીનું વિશેષ મહત્વ છે.

 

આ પણ વાંચો: Corona Third Wave : મહારાષ્ટ્ર માટે સારા સમાચાર ! કોરોનાની ત્રીજી લહેરની શક્યતા ઓછી

આ પણ વાંચો: Maharashtra: શિવસેનાએ ‘સામના’ નું નામ બદલી નાંખવું જોઈએ, ભાજપના નેતા આશિષ શેલારનો સંજય રાઉત પર પ્રહાર

Published On - 9:33 am, Mon, 23 August 21

Next Article