આખરે ચૂંટણી પહેલાં ભાજપે પોતાના સૌથી જૂના સાથીદારને મનાવી લીધું, ભાજપ અને શિવસેના ‘હમ સાથ સાથ હૈ’
2019ના લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. એક બાજુ વિપક્ષો મહાગઠબંધન કરી રહ્યા છે તો, ત્યારે ભાજપ પણ પોતાના સાથી પક્ષોને સાથે રાખી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આજે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે માતોશ્રીમાં મહત્વની બેઠક યોજવામાં આવી. જેમાં ભાજપે પોતાના સૌથી જૂના સાથી […]
2019ના લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. એક બાજુ વિપક્ષો મહાગઠબંધન કરી રહ્યા છે તો, ત્યારે ભાજપ પણ પોતાના સાથી પક્ષોને સાથે રાખી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આજે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે માતોશ્રીમાં મહત્વની બેઠક યોજવામાં આવી. જેમાં ભાજપે પોતાના સૌથી જૂના સાથી શિવસેનાને મનાવી લીધું છે અને બેઠકો માટે સમજૂતી કરી લીધી છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠકોની સમજૂતી માટે મહત્વની બેઠક થઈ હતી. જેના પર માહિતી આપતાં બંને નેતાઓ તરફથી કહેવામાં આવ્યું કે, ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીમાં બેઠકની વહેંચણીને લઈ સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષ સાથે રહી અગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે.
BJP will contest on 25 seats and Shiv Sena will field candidates on 23 seats for the upcoming general elections: Maharashtra Chief Minister
— Tv9 Gujarati (@tv9gujarati) February 18, 2019
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું કે, ભાજપ અને શિવસેના બંને હિન્દુવાદી પક્ષ છે. બંને પક્ષની વિચારસરણી એક જ છે. ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે રહી લડશે.આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 25 બેઠક પર અને શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડશે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ બંને પક્ષો વચ્ચે ગઠબંધન થયું છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, કાર્યકર્તાઓની ઈચ્છા હતી કે, શિવસેના અને ભાજપ એક થઈ ચૂંટણી લડે, જેને લઈ મહારાષ્ટ્રમાં કોણ કેટલી સીટ પર ચૂંટણી લડશે તે મુદ્દે ચર્ચા થઈ અને સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો : સુરતમાં વધુ એક ક્રાઈમ, રૂપિયાની લેવદેવડમાં મામાએ જ ભાણાની કરી નાખી હત્યા
આ સાથે જ અમિત શાહે કહ્યું કે, એનડીએના સાથી પક્ષોમાં સૌથી જુના પક્ષ શિવસેના અને અકાલી દળ છે. બંને પક્ષ વચ્ચે થોડા સમય માટે મતભેડ થયો હતો, તે આ બેઠકમાં દૂર થયો છે. બંને પક્ષે બધુ ભુલી સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અને બંને પક્ષ બરાબરની સીટો પર ચૂંટણી લડશે. તેમજ અમે મહારાષ્ટ્રમાં 48 માંથી 45 બેઠક જીતીશું.
[yop_poll id=1578]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]