Maharashtra : સરકાર બદલાઈ પણ શહેરોના નામ બદલવાનો સિલસિલો યથાવત, શિંદે સરકારે આ બે શહેરોના નામ બદલવાના પ્રસ્તાવને આપી મંજૂરી

CM શિંદેએ કહ્યું કે, અગાઉની મહા વિકાસ અઘાડી સરકારે લઘુમતીમાં આવ્યા બાદ આ નિર્ણયો લીધા હતા. પરંતુ લઘુમતીમાં હોવાથી તેમની પાસે આવા નિર્ણયો લેવાની વૈધાનિક સત્તા નહોતી. ભવિષ્યમાં કોઈ વિવાદ (Controversy) ન થવો જોઈએ.

Maharashtra : સરકાર બદલાઈ પણ શહેરોના નામ બદલવાનો સિલસિલો યથાવત, શિંદે સરકારે આ બે શહેરોના નામ બદલવાના પ્રસ્તાવને આપી મંજૂરી
Devendra Fadanvis and CM Eknath shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 6:46 PM

આજે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારની(Shinde Government)  ત્રીજી કેબિનેટ બેઠક (Maharashtra Cabinet) મળી હતી.કેબિનેટની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.આ બેઠક બાદ CM એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન શિંદેએ (CM Eknath Shinde) જાહેરાત કરી કે ઔરંગાબાદ શહેરનું (Aurangabad) નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ધારાશિવ રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ લોકનેતા ડી.બી. પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવશે.

ભવિષ્યમાં કોઈ વિવાદ ન થવો જોઈએ

CM શિંદેએ કહ્યું કે, અગાઉની મહા વિકાસ અઘાડી સરકારે લઘુમતીમાં આવ્યા બાદ આ નિર્ણયો લીધા હતા. પરંતુ લઘુમતીમાં હોવાથી તેમની પાસે આવા નિર્ણયો લેવાની વૈધાનિક સત્તા નહોતી. ભવિષ્યમાં કોઈ વિવાદ (Controversy) ન થવો જોઈએ, તેથી આજે અમે આ નિર્ણયોને કાયદેસર રીતે યોગ્ય રીતે ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ સિવાય CM એકનાથ શિંદેએ પણ જાહેરાત કરી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) વિસ્તારના વિકાસ માટે 60 હજાર કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યુ છે. મુખ્યપ્રધાને શિંદેએ કહ્યું કે કોઈપણ પ્રોજેક્ટ અટકશે નહીં. પૂરગ્રસ્ત વિસ્તારોના પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.પૂરના કારણે સર્જાયેલી કટોકટી (Emergency) અંગે દરરોજ માહિતી મેળવવામાં આવી રહી છે.ટૂંક સમયમાં જ જરૂરી પગલાં લેવામાં આવશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સંજય રાઉત રોજ સવારે ઉઠીને બડબડાટ કરે છે : CM શિંદે

વધુમાં તેણે કહ્યું કે,વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવાર(Ajit Pawar)  અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સતત આલોચના કરી રહ્યા છે કે રાજ્યમાં પૂર આવ્યું છે. મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબથી વિકાસના કામમાં વિલંબ થશે. વિકાસ કામો માટે કોઈ સમયરેખા નથી. સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે આ સરકાર ફિલ્મ ‘એક દુજે કે લિયે’ની સ્ટોરી જેવી છે. આ સરકારનો અંત પણ એકબીજાના અંત જેવો થશે. આ સવાલોના જવાબમાં CM એકનાથ શિંદેએ કહ્યું કે સંજય રાઉત દરરોજ સવારે ઉઠીને કંઈકને કંઈક બોલતા રહે છે. હવે મારે તેમની વાતનો જવાબ આપવો જોઈએ કે કામ કરવું જોઈએ ? અમે કામ કરતા લોકો છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">