AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અજીત પવાર ટૂંક સમયમાં બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ! NCP ના મંત્રીનો મોટો દાવો

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી ધર્મરાવ બાબા આત્રામે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે અજીત પવાર થોડા જ સમયમાં મુખ્યમંત્રી બનશે. મીડિયા સાથે વાતચીત કરતાં ધર્મરાવ બાબા આત્રમે કહ્યું કે મને ખબર નથી કે પાંચ વર્ષ પછી શું થશે. પરંતુ અજીત પવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

Breaking News : અજીત પવાર ટૂંક સમયમાં બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ! NCP ના મંત્રીનો મોટો દાવો
| Updated on: Oct 05, 2023 | 4:08 PM
Share

છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ફેરફારો સામે આવ્યા છે. જેની વચ્ચે NCP ના મંત્રી ધર્મરાવ બાબા આત્રામનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન રાજ્યના બીજા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ સામે આવ્યું હતું. જ્યારે ધર્મરાવ બાબા આત્રામને પૂછવામાં આવ્યું કે શું અજીતદાદા આગામી ટર્મમાં મુખ્યમંત્રી બનશે? તેના ઉતરમાં તેમણે કહ્યું કે, રાજકારણમાં શું થશે તેની આગાહી કરી શકાતી નથી.

તમને જણાવી દઈએ કે ફડણવીસે કહ્યું હતું કે જો અજિત પવારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તેઓ તેમને પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી બનાવશે. આ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના મુખ્યમંત્રી બનવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ફડણવીસના નિવેદનનો મતલબ એ છે કે અજીત દાદા આગામી ચૂંટણીઓ પછી અથવા તે પહેલાં પણ મુખ્યમંત્રી બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે વધુમાં વધુ સીટો મેળવવાનો પ્રયાસ કરીશું જેથી દાદા મુખ્યમંત્રી બની શકે.

આ પણ વાંચો : Nanded Hospital: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ થવાથી પરિવારે કરી FIR, ડીન અને ડોક્ટર મુશ્કેલીમાં

વધુમાં તેમણે જણાવ્યુ કે પુણેના મંત્રી પદને લઈને અજીત પવારની નારાજગીનો સવાલ જ ઊભો થતો નથી. પુણેના વાલી મંત્રીનું પદ NCPને આપવામાં આવશે તે પહેલાથી જ નક્કી હતું. તેને પહોંચાડવામાં થોડું મોડું થયું છે. તેમણે એમ પણ કહ્યું કે ચંદ્રકાંત પાટીલને પૂણેનું પાલક મંત્રી પદ આપવામાં આવ્યું હોવાથી તેઓ નારાજ નથી.

મહારાષ્ટ્રમાં જ્યારે શિંદે કેબિનેટની બેઠક યોજાઈ હતી, ત્યારે અજિત પવાર નાદુરસ્ત તબિયતને કારણે બેઠકથી દૂર રહ્યા હતા, પરંતુ જ્યારે તેમણે ઘરે તેમના સાથી ધારાસભ્યો સાથે બેઠક યોજી ત્યારે આ બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. બીજી તરફ કેબિનેટની બેઠક બાદ CM એકનાથ શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થયા અને બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
g clip-path="url(#clip0_868_265)">