Maharashtra Breaking News : માલેગાંવ-ચાલીસગાંવ રોડ પર બસ-ટ્રકની ભીષણ ટક્કર, બેના મોત, 23 મુસાફરો ઈજાગ્રસ્ત !
મહારાષ્ટ્રના માલેગાંવમાં ચાલીસગાંવ રોડ પર દહિવાળ શિવાર વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. માલેગાંવ તાલુકા પોલીસ સ્ટેશનના તુષાર બધાણેએ જણાવ્યું કે આ અકસ્માત પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો.

મહારાષ્ટ્રના માલેગાંવમાં ચાલીસગાંવ રોડ પર દહિવાળ શિવાર વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. માલેગાંવ તાલુકા પોલીસ સ્ટેશનના તુષાર બધાણેએ જણાવ્યું કે આ અકસ્માત પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો. માલેગાંવથી ચાલીસગાંવ તરફ જઈ રહેલી બસ અને ચાલીસગાંવથી માલેગાંવ તરફ આવી રહેલા આઇશર ટ્રક વચ્ચે દહિવાળ ગામ નજીક સામસામે ટક્કર થઈ હતી.
અકસ્માતમાં બે લોકોના મોત
અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 23 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં આશરે 15થી 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી થઈ ગયો.
Malegaon, Maharashtra: A major bus-truck collision occurred in Dahival Shivar on Chalisgaon Road in Malegaon. Two people were killed and 23 passengers injured. More than 50 passengers were reportedly on the bus. The injured were admitted to government and private hospitals, with… pic.twitter.com/jDtDUspshi
— IANS (@ians_india) August 19, 2026
ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓની મદદથી ઈજાગ્રસ્તોને બચાવીને માલેગાંવ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
Malegaon, Maharashtra: Taluka Police Station Tushar Badhane says, “This accident occurred within the jurisdiction of Malegaon Taluka Police Station. A bus travelling from Malegaon towards Chalisgaon and an Eicher truck travelling from Chalisgaon towards Malegaon collided head-on… pic.twitter.com/ZHtkp8mdi7
— IANS (@ians_india) August 19, 2026
પરિસ્થિતિ નિયંત્રણમાં છે : પોલીસ
હાલ ઈજાગ્રસ્તોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. માલેગાંવ તાલુકા પોલીસ સ્ટેશનના તુષાર બધાણેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હોસ્પિટલોમાં જઈને પોતાના સંબંધીઓની ઓળખ કરે અને તેમને યોગ્ય સારવાર મળે તેની ખાતરી કરે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાને લઈને કોઈ કાયદો-વ્યવસ્થાની સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
