નામી રેસ્ટોરન્ટમાંથી મંગાવવા ગયા મફતનું જમવાનું, લાગી ગયો 89 હજારનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો

ઔરંગાબાદ પોલીસે (Maharashtra Police) પીડિત બાબાસાહેબની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 420, છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

નામી રેસ્ટોરન્ટમાંથી મંગાવવા ગયા મફતનું જમવાનું, લાગી ગયો 89 હજારનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો
Free Food Offer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:52 PM

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઓનલાઈન છેતરપિંડીનો (Maharashtra Online Fraud)  મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિને ફ્રી ફૂડનો ઓર્ડર આપવો મોંઘો પડી ગયો. પીડિતે તેના પિતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રેસ્ટોરન્ટમાંથી (restaurant) ભોજન મંગાવ્યું હતું. પરંતુ ઉલટું તેની સાથે 89 હજાર રૂપિયાનો ચુનો લાગી ગયો હતો. પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશન (Maharashtra Police) જઈને આ બાબતે ફરિયાદ નોંધાવી.

સપ્ટેમ્બર મહીનામાં, ઔરંગાબાદના રહેવાસી બાબાસાહેબ થોમ્બ્રેએ સોશિયલ મીડિયા પર ફૂડ પર ડિસ્કાઉન્ટની જાહેરાત જોઈ હતી. ઔરંગાબાદના એક મોટા રેસ્ટોરન્ટમાં જ્યારે તેણે એક થાળી સાથે બીજી થાળી ફ્રી હોવાની ઓફર જોઈ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

બાબાસાહેબે તેમના પિતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક થાળી ફ્રી વાળુ (Free Food Order) ફૂડ ઓર્ડર આપવા માટે કર્યો હતો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તેમને પાસવર્ડ પૂછવામાં આવ્યો હતો. તેમણે પાસવર્ડ નાખ્યો. જે બાદ તેમના પિતાના ખાતામાંથી 89 હજાર રૂપિયા કપાયા હતા. આ જોઈને તેમના હોશ ઉડી ગયા. જે બાદ તેમણે તરત જ પોલીસને આ મામલાની ફરિયાદ કરી હતી. સમાચાર મુજબ છેલ્લા એક વર્ષમાં રેસ્ટોરન્ટના નામે છેતરપિંડીના ઘણા મામલા સામે આવ્યા છે. રેસ્ટોરન્ટોએ પણ સાયબર ક્રાઈમ (Cyber Crime)  ની ફરિયાદ નોંધાવી છે. નવાઈની વાત એ છે કે આમ છતાં છેતરપિંડીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ખાવાનો ઓર્ડર કરવા પર 89 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ

ઔરંગાબાદ પોલીસે પીડિત બાબાસાહેબની ફરિયાદ પર આઈપીસીની કલમ 420, છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. મફત ભોજનની આકર્ષક ઓફરના કારણે ઠગ દ્વારા બાબાસાહેબ સાથે 89 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઓનલાઈન છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સાયબર ક્રાઈમને રોકવા માટે સતત સૂચના આપવામાં આવે છે કે તમારો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરો.

આકર્ષક ઑફર્સ સાથે આકર્ષિત કરવાનો પ્રયાસ 

આ દિવસોમાં સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકોને સૌથી પહેલા નકલી ઓફર બતાવીને આકર્ષવામાં આવે છે. ત્યાર બાદ ઓનલાઈન પેમેન્ટના નામે હજારો તો ક્યારેક લાખોની છેતરપિંડી કરવામાં આવે છે. ભારતમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં ગુંડાઓ પકડાતા નથી.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

g clip-path="url(#clip0_868_265)">