Maharashtra Bye poll: ‘મારા અને ધનંજય મુંડે પર ફિલ્મ બની તો…’ જાણો કરુણા શર્મા મુંડેએ કોલ્હાપુરથી પેટાચૂંટણી લડવાની જાહેરાત કરતાં શું કહ્યું
મહા વિકાસ આઘાડીની એકતા જાળવી રાખીને શિવસેનાએ કોંગ્રેસ સામે ઉમેદવાર ઊભો રાખ્યો નથી. પરંતુ હવે NCP નેતા અને મંત્રી ધનંજય મુંડેની પત્ની કરુણા શર્માએ આ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ઉત્તર બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના આકસ્મિક અવસાનને કારણે ખાલી પડી હતી. પંઢરપુર અને દેગલુરની જેમ ભાજપે પુરી તાકાત સાથે લડવાની તૈયારી કરી છે અને સત્યજીત કદમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ચંદ્રકાંત જાધવની પત્ની જયશ્રી જાધવને (Jayashree Chandrakant Jadhav Congress) ટિકિટની ઓફર કરી હતી. પરંતુ જયશ્રી જાધવે પાર્ટી છોડવાની ના પાડી દીધી. હવે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે. આ દરમિયાન, રાજેશ ક્ષીરસાગર, જેઓ ગઈ વખતે ચંદ્રકાંત જાધવ સામે ચૂંટણી હારી ગયા હતા અને બીજા નંબરે હતા, તેઓ તેમની પાર્ટી શિવસેનાથી નારાજ હોવાનું કહેવાય છે.
તેનું કારણ એ છે કે શિવસેનાએ મહા વિકાસ અઘાડીની એકતા જાળવી રાખવા માટે કોંગ્રેસ સામે ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હવે આ ચૂંટણીમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. એનસીપી નેતા અને મંત્રી ધનંજય મુંડેની પત્ની કરુણા શર્મા (Karuna Sharma) પણ આ ચૂંટણી લડી રહી છે. કરુણા શર્મા ચૂંટણી મેદાનમાં ઉતરતાની સાથે જ આ હરીફાઈ વધુ રસપ્રદ બની ગઈ છે.
કરુણા શર્માએ જાહેરાત કરી છે કે તે મંગળવારે શક્તિ પ્રદર્શન કરતા પોતાની ઉમેદવારી માટે અરજી કરશે. આજે (20 માર્ચ, રવિવાર) તેઓ પંઢરપુર ગયા હતા અને ભગવાન વિઠ્ઠલ રુક્મિણી માતાના દર્શન કર્યા બાદ આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કરુણા શર્માએ શિવ શક્તિ સેના નામની પોતાની પાર્ટી બનાવી છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં કરુણા શર્મા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી, મંત્રીએ એક ફેસબુક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે કરુણા શર્મા સાથે 2003 થી તેના સહમતિથી શારીરિક સંબંધો હતા અને કરુણા શર્માને તેની પત્ની તરીકે સ્વીકારી હતી અને તેમના બાળકોના નામ આપ્યા હતા.
મારા અને મંત્રીના સંબંધો પર ફિલ્મ બને, ત્યારે લોકોને ખબર પડે કે અહીંના નેતા કેવા છે
કરુણા શર્માએ ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ થયો તો કહ્યું કે, કરુણા શર્મા મુંડે પર પણ ફિલ્મ બનાવવા માટે દિગ્દર્શકો લાઈનમાં ઉભા છે. મારા અને મંત્રી ધનંજય મુંડે પર ફિલ્મ બને તો લોકોને ખબર પડે કે મહારાષ્ટ્રનું રાજકારણ કેવું છે? અહીંના નેતાઓ કેવા છે?’
આ પણ વાંચો : ‘મેં જીવનમાં માત્ર બે વાર ખરીદ્યા છે હાર’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંઈક આ રીતે કર્યા લતા દી અને અટલજીને યાદ