Maharashtra: મહારાષ્ટ્રના ઈરસાલવાડીમાં ભૂસ્ખલનથી 27 લોકોના મોત, 78 લોકો ગુમ, કલમ 144 લાગુ
તમને જણાવી દઈએ કે આવતીકાલે ફરીથી આ 78 લોકોની શોધ શરૂ કરવામાં આવશે. એનડીઆરએફનું કહેવું છે કે શોધ ચાલુ રાખવી કે નહીં, તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. NDRFની ચાર ટીમોએ ત્રણ દિવસથી ધામા નાખ્યા છે.
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનું એક ગામ કબ્રસ્તાન બની ગયું છે. વરસાદ અને ભૂસ્ખલનથી (landslide) પ્રભાવિત ઈરસાલવાડી ગામમાં માત્ર ત્રણ દિવસમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રીજા દિવસે એટલે કે શનિવારે રાયગઢ જિલ્લા પ્રશાસને સત્તાવાર રીતે માહિતી આપી છે કે 78 લોકો હજુ પણ ગુમ છે. એટલે કે 78 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે જો હવામાનની સ્થિતિ એવી જ રહેશે તો આગામી એક સપ્તાહ સુધી બચાવકાર્ય ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે આવતીકાલે ફરીથી આ 78 લોકોની શોધ શરૂ કરવામાં આવશે. એનડીઆરએફનું કહેવું છે કે શોધ ચાલુ રાખવી કે નહીં, તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. NDRFની ચાર ટીમોએ ત્રણ દિવસથી ધામા નાખ્યા છે. જોકે જે લોકોના મૃતદેહ મળી રહ્યા છે, તેઓને અત્યાર સુધી સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે.
કલમ 144 પણ લાગુ કરવામાં આવી
તે જ સમયે, બહારના લોકો, પ્રવાસીઓ સહિત દરેક માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો જ ઈરસાલ વાડીમાં પ્રવેશી શકશે. વારંવાર ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
હજુ પણ 78 લોકો ગુમ
માહિતી અનુસાર જિલ્લા પ્રશાસને આજે ગામ સંબંધિત આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે અહીં કુલ 43 ઘર હતા. આમાં કુલ વસ્તી 229 છે, જેમાં 27ના મોત થયા છે. આ સિવાય 78 લોકો ગુમ છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો