Maharashtra : કોરોનાને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારની વ્હારે સરકાર, આ શહેરના 19000 હજાર પરિવારોને મળશે મદદ
અસરગ્રસ્ત પરિવારોએ અરજી કરવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે, મૃત્યુનું પ્રમાણપત્ર જોડીને સંબંધિત વિભાગમાં આ ફોર્મ આપવાનુ રહેશે.
Maharashtra : કોવિડ -19ના કારણે એક અથવા વધુ સભ્યો ગુમાવનારા પુણે જિલ્લાના પરિવારોને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. આ માટે 18,956 થી વધુ પરિવારોને મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નાણાકીય મદદ (Financial Help) આપવાનું કામ આ મહિનાથી શરૂ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે
આ માટે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને એક સોફ્ટવેર (Software) તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેનાથી કોરોના અસરગ્રસ્ત પરિવારોને મદદની રકમ પહોંચવામાં સરળતા રહેશે. સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન રહેશે,જેથી પીડિતોના પરિવારોને અરજી માટે અહીં અને ત્યાં ભટકવું નહીં પડે. જેમની પાસે મૃત્યુનું પ્રમાણપત્ર નથી,તેઓએ મૃતક કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાના પુરાવા આપવાના રહેશે.
નગરપાલિકા અને જિલ્લા પરિષદોની મદદ મળશે
જેઓ નગરપાલિકાના વિસ્તારોમાં રહે છે તેમને સહાયની રકમ પાલિકાની સંબંધિત કાઉન્સિલ અથવા કોર્પોરેશનો પાસેથી મળશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને જિલ્લા પરિષદ (District Council) તરફથી આ મદદ આપવામાં આવશે. અસરગ્રસ્ત પરિવારોએ અરજી કરવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે, મૃત્યુનું પ્રમાણપત્ર જોડીને સંબંધિત વિભાગને આ ફોર્મ આપવાનુ રહેશે.તેમજ જે પરિવારો પાસે મૃત્યુનું પ્રમાણપત્ર નથી તેઓને પણ સહાયની રકમ આપવામાં આવશે,પરંતુ તેના માટે તેઓએ મૃતક કોરોના પોઝિટિવ હોવાના પુરાવા આપવાના રહેશે.
તંત્ર રાજ્ય સરકારના આદેશની રાહ જોઈ રહ્યું છે
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લગભગ 1.38 લાખ લોકોના મોત થયા છે. આ આંકડા મુજબ, રાજ્ય સરકારે મદદ માટે લગભગ 700 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. ગયા મહિને, સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને આવા કોરોના પીડિતોના પરિવારોને ઓછામાં ઓછી 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ બાબતે કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને પણ કોર્ટે મંજૂરી આપી હતી. આ માર્ગદર્શિકા હેઠળ તે પરિવારોને મદદ મળશે ,જેમનુ કોરોના પોઝિટિવ થયાના 30 દિવસની અંદર મૃત્યુ થયું છે. ઉપરાંત જે કોરોના પિડીતે આત્મહત્યા કરી છે,તેવા અસરગ્રસ્ત પરિવારોને પણ મદદ આપવામાં આવશે.
પુણેના સ્થાનિક વહીવટીતંત્ર તરફથી મદદ કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ દેશમુખના (Rajesh Deshmukh) જણાવ્યા અનુસાર, હવે રાજ્ય સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Big News : રેવ પાર્ટીના આયોજકોને આજે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું આયોજકો કરશે કોઈ ખુલાસો ?