લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરેની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં વિવાદ વધુ વકર્યો, નાસિકમાં MNSના 150 કાર્યકરોની ધરપકડ

|

May 05, 2022 | 7:13 AM

Loudspeaker controversy : મહારાષ્ટ્રના નાસિકમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અત્યાર સુધીમાં 150 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરેની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં વિવાદ વધુ વકર્યો, નાસિકમાં MNSના 150 કાર્યકરોની ધરપકડ
Loudspeaker Controversy

Follow us on

Maharashtra : કેટલાક ઘણા દિવસોથી શરૂ થયેલો લાઉડ સ્પીકર વિવાદ(Loudspeaker Controversy) અટકવાનુ નામ નથી લઈ રહ્યો. હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ કોમી તણાવ પેદા થતા પોલીસે મહારાષ્ટ્રના નાસિકમાં (Nashik)  અત્યાર સુધીમાં 150 મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) કાર્યકરોની ધરપકડ કરી છે. સાથે જ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાના મુડમાં પોલીસ જોવા મળી રહી છે. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ સંવેદનશીલ સ્થળોએ પોલીસ (Nashik Police)  તહેનાત કરવામાં આવી છે.બીજી તરફ, MNS પ્રમુખ રાજ ઠાકરેના (Raj Thackeray) ઘરની બહાર એકઠા થયેલા MNS કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસે વિવાદ વધે તે પહેલા જ તેને ડામવાનો પ્રયાસ કર્યો છે.

કોમી તણાવને પગલે કાર્યકરોની ધરપકડ

તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા, ઠાકરેએ લોકોને હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરવા વિનંતી કરી હતી, જ્યાં તેઓ લાઉડસ્પીકર પર ‘અઝાન’ સાંભળે છે. પુણે, થાણે અને નાસિક શહેરો સહિત રાજ્યના અન્ય ભાગોમાં પાર્ટીના સેંકડો કાર્યકરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.પુણે અને પિંપરી ચિંચવાડમાં 200 MNS કાર્યકરો અને પક્ષના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે થાણેમાં પાર્ટીના 12 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શિવાજી પાર્ક વિસ્તારમાં ઠાકરેના ઘરની બહાર MNSના ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શિવતીર્થ બહાર પોલીસ તહેનાત

રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાનુ આહવાન કર્યા બાદ મુંબઈમાં(Mumbai)  ઘણી જગ્યાએ સુરક્ષા કડક કરવામાં આવી છે. ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને અવરોધ ન થાય તે માટે રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. MNS પદાધિકારીઓ સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને CrPC ની કલમ 149 હેઠળ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. બુધવારે જ્યારે રાજ ઠાકરેને મળ્યા બાદ દેશપાંડે બહાર આવ્યા અને પત્રકારો સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે પોલીસની એક ટીમે તેમને અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દેશપાંડે તરત જ ત્યાંથી નીકળી ગયા હતા.

Next Article