Maharashtra: શિંદે જૂથની ભાજપને સ્પષ્ટ વાત, ઠાકરે પરિવાર વિરુદ્ધની ટિપ્પણી સહન નહી કરીએ

|

Jul 10, 2022 | 11:55 AM

ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya) ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર વિરુદ્ધ કંઈ બોલશે નહીં. કેસરકરે સંજય રાઉત (Sanjay Raut) પર પણ કટાક્ષ કરતા કહ્યું કે તેઓ શારીરિક રીતે શિવસેનામાં છે, પરંતુ માનસિક રીતે એનસીપીમાં છે.

Maharashtra: શિંદે જૂથની ભાજપને સ્પષ્ટ વાત, ઠાકરે પરિવાર વિરુદ્ધની ટિપ્પણી સહન નહી કરીએ
Former CM Uddhav Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનાના બળવાખોરોએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya) વિરુદ્ધ ફરિયાદ કરી છે. ધારાસભ્ય અને શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કિરીટ સોમૈયાની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી હતી. સરકારની રચના બાદ કિરીટ સમૈયાએ તેમના એક ટ્વીટમાં ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર તેમને ‘માફિયા સીએમ’ કહ્યા હતા. આ અંગે કેસરકરે કહ્યું કે જ્યારે અમે ગુવાહાટીથી પાછા ફર્યા અને ભાજપના નેતાઓ સાથે બેઠક કરી ત્યારે અમે સ્પષ્ટ કર્યું કે, અમે અમારા પરિવારના વડા (ઠાકરે)ને દુઃખ પહોચાડ્યું છે. પરંતુ અમે તેમની ટીકા થવા દઈશું નહીં. આમ છતાં સૌમયા ઠાકરે વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે.

7 જુલાઈના રોજ કિરીટ સૌમ્યાએ ટ્વિટર પર સીએમ એકનાથ શિંદેની મીટિંગની તસવીર શેર કરી હતી અને તેમણે ઉદ્ધવ ઠાકરેને માફિયા કહ્યા હતા. આ અંગે શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું કે ભાજપના નેતા કિરીટ સોમૈયા ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર વિરુદ્ધ કંઈ બોલશે નહીં. કેસરકરે સંજય રાઉત પર પણ કટાક્ષ કરતા કહ્યું કે તેઓ શારીરિક રીતે શિવસેનામાં છે, પરંતુ માનસિક રીતે એનસીપીમાં છે.

સંજય ગાયકવાડે ઉડાવી સોમૈયાની મજાક

કિરીટ સોમૈયા દ્વારા ઉદ્ધવ ઠાકરે પર લગાવવામાં આવેલા આરોપોથી એકનાથ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે મતભેદ થયો છે. દીપક કેસરકર અને બુલઢાના ધારાસભ્ય સંજય ગાયકવાડે સોમૈયાની મજાક ઉડાવી અને ભાજપને ઉદ્ધવ ઠાકરેને નિશાન ન બનાવવાની ચેતવણી પણ આપી. શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે જ્યારે કિરીટ સોમૈયાએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું ત્યારે મેં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી. શિવસેના અને ભાજપે ગઠબંધન કર્યું છે, તેથી ઉદ્ધવ ઠાકરે વિશે કોઈ કંઈ બોલશે નહીં. શું કિરીટ સોમૈયા પણ ભાજપના સંજય રાઉત છે? હું આ નિવેદન પાછું ખેંચી લઈશ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દીપક કેસરકરે કહ્યું, “જો આપણે સાથે કામ કરવું હોય તો આપણે ઠાકરે પરિવારનું સન્માન કરવું પડશે. અમે દિલથી સાથે આવ્યા છીએ. ” તેમણે સંજય રાઉત અંગે પણ કહ્યુ કે, તેઓ શિવસેનામાં ખાલીપો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ તેને ભરી શકે. તેઓ શારીરિક રીતે શિવસેનામાં છે પરંતુ માનસિક રીતે એનસીપીમાં છે.

Published On - 11:55 am, Sun, 10 July 22

Next Article