Anil Deshmukhના રાજીનામા પર કંગના રનૌતે સાધ્યું નિશાન, કહ્યું ‘આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે’

મહારાષ્ટ્ર સરકારના ગૃહપ્રધાન અનિલ દેશમુખે (Anil Desmukh) આજે રાજીનામું આપી દીધું છે. અનિલ દેશમુખે 100 કરોડની વસૂલી મામલે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના નિર્ણય બાદ પોતાનું રાજીનામું આપ્યું છે.

Anil Deshmukhના રાજીનામા પર કંગના રનૌતે સાધ્યું નિશાન, કહ્યું 'આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે'
Kangana Ranut- Anil Deshmukh
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 5:58 PM

મહારાષ્ટ્ર સરકારના ગૃહપ્રધાન અનિલ દેશમુખે (Anil Desmukh) આજે રાજીનામું આપી દીધું છે. અનિલ દેશમુખે 100 કરોડની વસૂલી મામલે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના નિર્ણય બાદ પોતાનું રાજીનામું આપ્યું છે. તેમને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા લોકોને આપી છે. ત્યારે અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) અનિલ દેશમુખ પર નિશાન સાધ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કંગના રનૌતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત મુકી છે. કંગનાએ 2020માં ખુલીને મહારાષ્ટ્ર સરકારની ઉપર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અનિલ દેશમુખે કહ્યું હતું કે કંગનાને મુંબઈમાં રહેવાનો કોઈ હક્ક નથી. હવે કંગના રનૌતે અનિલ દેશમુખના રાજીનામા બાદ તેમની પર નિશાન સાધ્યું છે.

કંગનાએ કર્યું ટ્વીટ

કંગના રનૌતના ફેને અભિનેત્રીના સપ્ટેમ્બર 2020નો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો તે સમયનો છે, જ્યારે BMCએ મુંબઈમાં અભિનેત્રીના ઘર પર તોડફોડ કરી હતી. ત્યારબાદ કંગનાએ વીડિયો દ્વારા મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખ પર નિશાન સાધ્યું હતું. હવે આ વીડિયોમાં કોઈએ કંગના રનૌતને ટેગ કરી છે. તેની પર કંગનાએ નિશાન સાધતા લખ્યું કે જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે તેનું પતન નિશ્ચિત છે. #AnilDesmukh આ તો માત્ર શરૂઆત છે. આગળ આગળ જુઓ થાય છે શું #UddhavThackeray. કંગનાએ આ રીતે જણાવ્યું કે તેમનું અપમાન કરવાની સજા જ અનિલ દેશમુખને મળી છે. કંગનાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યું છે. યૂઝર્સ તેની પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

શું છે અનિલ દેશમુખ પર આરોપ

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર હાલમાં જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે 100 કરોડની વસૂલી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટે જનહિત અરજીની સુનાવણી કરતા આ કેસની તપાસ CBIને સોંપી દીધી છે. એટલું જ નહીં CBIને કોર્ટે આદેશ આપ્યો છે કે તે 15 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરે અને તેમની તપાસમાં કોઈ તથ્ય સામે આવે છે તો આગળની કાર્યવાહી કરે. આ નિર્ણય બાદ જ અનિલ દેશમુખે પોતાનું રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ માટે આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. આ કારણથી હવે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો: Maharashtra New HM : મહારાષ્ટ્રના નવા ગૃહપ્રધાન બનશે NCP નેતા Dilip Walse Patil, જાણો કોણ છે દિલીપ વલસે પાટિલ ?

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">