AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaipur Mumbai Train Firing: આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહને રેલવેએ કર્યો બરતરફ

જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારના આરોપી ચેતન સિંહને રેલવેએ સેવામાંથી બરતરફ કરી દીધો છે. ચેતન સિંહ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ચેતને 31 જુલાઈના રોજ ચાલતી ટ્રેનમાં તેના સિનિયર અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

Jaipur Mumbai Train Firing: આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહને રેલવેએ કર્યો બરતરફ
Jaipur Mumbai train firing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 9:21 AM

જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારના આરોપી ચેતન સિંહને રેલવેએ સેવામાંથી બરતરફ કરી દીધો છે. ચેતન સિંહે ચાલતી ટ્રેનમાં તેના સિનિયર સહિત અન્ય ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરી હતી. બોરીવલી કોર્ટના આદેશ બાદ ચેતન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને 31 જુલાઈએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાન ચેતન સિંહે જયપુર-મુંબઈ ટ્રેનમાં ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેમાં ત્રણ મુસાફરો અને એક આરપીએફ એસઆઈનો સમાવેશ થાય છે. આ હત્યાકાંડ બાદ હોબાળો મચી ગયો હતો. ટ્રેનમાં સિક્યોરિટી ગાર્ડના આ કૃત્યથી મુસાફરો અચંબામાં પડી ગયા હતા.

આ પણ વાંચો : Firing In Train: જયપુર મુંબઈ એક્સપ્રેસમાં ફાયરિંગ કેસમાં નોંધાઈ FIR, મૃતકના પરિજનોએ કહ્યું- મૃતદેહ લેવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી

તમને જણાવી દઈએ કે ઘટના બાદ તરત જ આરોપી કોન્સ્ટેબલ ચેતન સિંહની ધરપકડ કરીને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધી ચેતન સિંહ વિરુદ્ધ IPCની કલમ 302 (હત્યા), ભારતીય રેલવે એક્ટની કલમ 152 અને આર્મ્સ એક્ટ લાગુ કરવામાં આવી છે, પરંતુ પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 363, 341, 342 અને 153A પણ ઉમેરી છે. પોલીસ ટીમ ચેતનસિંહની પૂછપરછમાં લાગેલી છે. પૂછપરછમાં વિવિધ ખુલાસા થઈ રહ્યા છે.

કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!
કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર
'લૉડ ઠાકુર'નો આવો છે પરિવાર
આ 5 ફૂડ તમારા દાંતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે

RPFની હાઈ લેવલ સમિતિ તપાસ કરી રહી હતી

RPFની હાઈ લેવલ સમિતિ પણ આ મામલાની તપાસ કરી રહી હતી. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી કોન્સ્ટેબલ ચેતન સિંહને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચેતનસિંહે પોતાની પાસેના હથિયારનો દુરુપયોગ કરી હત્યા જેવા જઘન્ય ગુના આચર્યા હતા. સરકારી સેવાના નિયમોનો ભંગ કર્યો. આ સાથે જ આ મામલામાં જીઆરપીની તપાસમાં બુરખા પહેરેલી મહિલા પાસેથી ધાર્મિક નારા લગાવવાનો મામલો પણ સામે આવ્યો છે, જેની જીઆરપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હાઈ લેવલ કમિટીમાં આ અધિકારી હતા હાજર

એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)ના નેતૃત્વમાં RPFની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પીસી સિંહા, સેન્ટ્રલ રેલવેના પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશનર અજોય સદાની, પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉત્તર પશ્ચિમ રેલવે અને ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય ચિફ મેડિકલ ડિરેક્ટર જેપી રાવત અને પશ્ચિમ મધ્ય રેલવે પ્રભાતના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઑફિસરનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિકારીઓના તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ફાયરિંગમાં આ મુસાફરોના મોત થયા હતા

આ ઘટનામાં આરપીએફ એસઆઈ ટીકારામ મીણાની સાથે અન્ય ત્રણ મુસાફરોનું પણ મોત થયું હતું. ટીકારામ મીણા રાજસ્થાનના રહેવાસી હતા. અન્ય મુસાફરોની ઓળખ પાલઘરના નલ્લાસોપોરાના રહેવાસી અબ્દુલ કાદર (58), બિહારના મધુબનીના રહેવાસી અસગર અબ્બાસ શેખ (48) અને સૈયદ એસ (43) તરીકે થઈ હતી.

મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">