AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, 20 કરોડનું ડ્રગ્સ મળ્યું, જુઓ Video

DRI અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર 1970 ગ્રામ કોકેઈન પકડી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત 20 કરોડ રૂપિયા છે.

મુંબઈમાં કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, 20 કરોડનું ડ્રગ્સ મળ્યું, જુઓ Video
drugs seized
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 7:54 AM
Share

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બુધવારે (5 એપ્રિલ) મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ 1970 ગ્રામ કોકેઈન જપ્ત કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા જથ્થાની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે. આ મામલામાં એક આફ્રિકન વ્યક્તિ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 35 વર્ષીય આરોપી અદીસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો.

આ આરોપી તેની બેગમાં 1970 ગ્રામ કોકેઈન છુપાવીને લાવ્યો હતો. DRI અધિકારીઓને આ મુસાફર પર શંકા હતી. આ પછી, તેના પર નજર રાખવામાં આવી અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે તેને પકડીને ધરપકડ કરવામાં આવી.

મુંબઈથી દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સ પહોંચાડવાની યોજના હતી

સંબંધિત આરોપી મુંબઈ એરપોર્ટ પર તેના સાથીદારને આ કોકેઈન આપવાનો હતો. આરોપી તેના સહયોગીની મદદથી તેના ડ્રગના કન્સાઈનમેન્ટને મુંબઈથી દેશના અન્ય ભાગોમાં ફેલાયેલા નેટવર્કમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ યોજના સફળ થાય તે પહેલા જ ડીઆરઆઈના અધિકારીઓની કાર્યવાહીથી તેનો પર્દાફાશ થયો હતો અને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંબંધિત

આ ઈનપુટ મળ્યા બાદ ડીઆરઆઈના અધિકારીઓએ છટકું ગોઠવીને કુલ ત્રણ આરોપીઓને પકડ્યા હતા. આ આરોપીઓમાંથી એક આફ્રિકન નાગરિક છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

20 કરોડનું ડ્રગ્સ શું, કેવી રીતે, ક્યારે, ક્યાંથી ઝડપાયું

વિગતવાર સમાચાર એવા છે કે 35 વર્ષીય આરોપી અદીસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ છે, ડીઆરઆઈના અધિકારીઓને તેના ઈનપુટ મળ્યા હતા. અધિકારીઓ તેના પર નજર રાખવા લાગ્યા. શંકાના આધારે જ્યારે મુંબઈ એરપોર્ટ પર તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી 1970 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. તેની બજાર કિંમત 20 કરોડ રૂપિયાની નજીક છે.

તે ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટને મુંબઈમાં તેના સાથીદારને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આફ્રિકન નેશનલ છે.

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">