AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રની વધી ચિંતા, રાષ્ટ્રીય સ્તરે મોકડ્રીલનું આયોજન

રાજ્યમાં શનિવારે 343 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 242 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. હાલમાં રિકવરી રેટ 98.15 ટકા છે.

Maharashtra : કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રની વધી ચિંતા, રાષ્ટ્રીય સ્તરે મોકડ્રીલનું આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 1:40 PM
Share

Corona Cases : મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત જે આંકડા હવે સામે આવી રહ્યા છે તે લોકોને ડરાવી રહ્યા છે. શનિવારે પણ રાજ્યમાં કોરોનાને કારણે 2 મોત થયા હતા અને 437 કોવિડ કેસ નોંધાયા હતા. એક સપ્તાહમાં રોજના 100-150 કોરોના કેસ વધીને 450ની નજીક પહોંચી ગયા છે. આ રીતે મહારાષ્ટ્ર માત્ર થોડા જ દિવસોમાં પ્રતિદિન 500ના આંકડાને પાર કેસ પહોંચે તેવુ આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મહારાષ્ટ્ર દેશના એવા ત્રણ રાજ્યોમાંનું એક છે જ્યાં કોરોના પોઝિટિવ રેટ 8 ટકાથી વધુ છે.

શુક્રવારે કોરોનાથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 343 કેસ નોંધાયા હતા. એટલે કે દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે ત્રણસો ત્રીસ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 242 દર્દીઓ જ કોરોનાથી સાજા થયા હતા. અત્યાર સુધીમાં 79 લાખ 91 હજાર 66 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં રિકવરી રેટ 98.15 ટકા છે.

 એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનુ ટેસ્ટિંગ

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8 કરોડ 65 લાખ 77 હજાર 795 લોકોના લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 81 લાખ 41 હજાર 457 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, મુંબઈ, પુણે અને નાગપુર જેવા એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સ્ક્રીનિંગ 24 ડિસેમ્બર, 2022 થી જ શરૂ થઈ ગયુ છે અને નિયમોમાં કડકાઈ પણ જોવા મળી રહી છે.

તો કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાના કારણે વધી રહેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 10 અને 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્તરે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મોકડ્રીલમાં આવનારા જોખમોને ધ્યાનમાં રાખીને આઈસીયુ બેડ, મેડિકલ સાધનો, ઓક્સિજન વગેરેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે અને કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાને પહોંચી વળવા માટે બાકીની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે. દેશમાં કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1590 નવા કેસ સામે આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">