વેપારીઓ સંગ્રહખોરી કરી ભાવ વધારી રહ્યા હતા? ડુંગળીના વેપારીઓ પર ઈન્કમટેક્સના દરોડાથી ડુંગળીના ભાવ 15 રૂપિયા સુધી ઘટ્યા

|

Oct 25, 2021 | 5:58 PM

Income Tax Raids: મુંબઈમાં ડુંગળીની કિંમતોમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસ પહેલા 45 રૂપિયે કિલોમાં વેચાતી ડુંગળીનો ભાવ આજે 30 રૂપિયા છે. મુંબઈમાં આજે ડૂંગળીની આવક 100 ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે.

વેપારીઓ સંગ્રહખોરી કરી ભાવ વધારી રહ્યા હતા? ડુંગળીના વેપારીઓ પર ઈન્કમટેક્સના દરોડાથી ડુંગળીના ભાવ 15 રૂપિયા સુધી ઘટ્યા
Onion

Follow us on

બે દિવસ પહેલા મહારાષ્ટ્રના પિંપલગામ માર્કેટમાં કામ કરનાર વેપારીને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા તે પછી ડુંગળીની કિંમતોમાં (Onion Price) ઘટાડો આવવા લાગ્યો છે. મુંબઈમાં ડુંગળીની કિંમતોમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

 

બે દિવસ પહેલા 45 રૂપિયા કિલોમાં વેચાતી ડુંગળીનો ભાવ આજે 30 રૂપિયા છે. મુંબઈમાં આજે ડૂંગળીની આવક 100 ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. એવામાં લોકોને આશા છે કે તેના ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીનો કીલાનો ભાવ 40-45 રૂપિયા આસપાસ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પિંપલગામ બસવંત કૃષિ ઉત્પાદન માર્કેટ સમિતિમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 6 વેપારીઓના 13 સ્થળો પર દરોડા (Income Tax Raid)પાડવામાં આવ્યા હતા. અધિકારીઓ તથા કર્મચારીઓએ વેપારીઓની ઓફિસો તથા બેંક ખાતા ચેક કર્યા હતા. ત્યારબાદ ઈન્કમટેક્સ વિભાગે રોકડ પણ જપ્ત કરી છે. વેપારીઓના વેચાણ અને બીલ બુક વગેરે તપાસવામાં આવ્યા હતા. કહેવાય રહ્યું છે કે આ પગલાથી બજાર નિયંત્રણમાં આવી ગયું છે.

 

મોંઘવારી પર નિયંત્રણ માટે કાર્યવાહી?

ભારે વરસાદના કારણે ખેતરમાં ઉભી ડુંગળી ખરાબ થઈ ગઈ છે તો બીજી તરફ બદલતા હવામાનની અસર સ્ટોર કરેલી ડુંગળી પણ પડી રહી છે. જેથી ડુંગળીને વધુ નુકસાન થયું છે. તેનાથી ઘરેલું માંગ અને સપ્લાય વચ્ચેનું અંતર વધી રહ્યું છે. પરિણામ સ્વરૂપે દિવાળીના છુટક બજારમાં ડુંગળીનો ભાવ ભળકે બળી રહ્યો છે. પરંતુ હવે ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી બાદ ડુંગળીનો ભાવ પહેલા કરતાં નિયંત્રણમાં આવી ગયો છે. એવું લાગી રહ્યું છે કે ડુંગળીના વેપારીઓ સ્ટોક જમા કરી કિંમતો વધારી રહ્યા હતા.

 

શું કહે છે ડુંગળી ઉત્પાદક?

મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠનના સંસ્થાપક અધ્યક્ષ ભારત દિધોલે જણાવ્યું કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહીનો સંપૂર્ણ અધિકાર છે. એવા વેપારીઓ ઉપર પગલા લેવા જ જોઈએ જે સંગ્રહખોરી કરી ભાવમાં વૃદ્ધિ કરી રહ્યા છે. દિધોલનું કહેવું છે કે ડુંગળી ઉત્પાદક ખેડૂતો હવે વેચાણ માટે વેપારીઓના ભરોસે નહીં બેસે. તેઓ ડાયરેક્ટ સેલિંગ યોજના બનાવી રહ્યા છે. જેથી ખેડૂતો અને વપરાશકારો બંન્નેને ફાયદો થાય. વેપારીઓના કારણે જ આ બંન્નેને વધુ નુકસાન થઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: પરંપરાગત ખેતી છોડી ખેડૂતોએ આપનાવ્યું ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ, સંકલિત ખેત પદ્ધતિથી ખેડૂતોની આવક થઈ શકે છે બમણી

 

આ પણ વાંચો: સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

Next Article