Corona Update: મુંબઈગરાઓને મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

માયાનગરી મુંબઈમાં કોરોનાનો કહેર ઓછો થતો જોવા મળી રહ્યો છે. જે આંકડો ગત સપ્તાહ સુધી 20 હજારની આસપાસ હતો, હવે કેસ 6 હજારની આસપાસ પહોંચી ગયો છે.

Corona Update: મુંબઈગરાઓને મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
Mumbai Corona Update (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:51 PM

Mumbai Corona Update: મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં (Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યુ હતુ. જો કે હવે કોરોનાનો કહેર ઘટતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં એક દિવસમાં 20 હજાર કેસ સામે આવતા હતા, તેની જગ્યાએ હવે માત્ર 6 હજાર આસપાસ આંકડો પહોંચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બુધવારે મુંબઈમાં 6,032 કોરોના કેસ (Corona Case in Mumbai) નોંધાયા હતા. જ્યારે 12 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોરોના પીક પર પહોંચી ગયો છે.

માયાનગરીમાં ત્રીજી લહેર પીક પર

અહેવાલો અનુસાર છેલ્લા 24 કલાકમાં 60,291 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 6,032 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ મળ્યો છે. જો કે આ ટેસ્ટિંગનો આંકડો પાછળના સપ્તાહ કરતા ઓછો છે. એ વખતે માત્ર એક જ દિવસમાં 90 હજારથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા.

જાહેર સ્થળો પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા નથી: મુંબઈ મેયર

ટેસ્ટિંગને લઈને મુંબઈના મેયરનું કહેવુ છે કે અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં (Maharashtra) વધારે પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ તેણે જણાવ્યુ હતુ કે હાલ જાહેર સ્થળો પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા નથી. પરિસ્થિતિ અનુસાર આગળની કોરોના ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. માયાનગરીમાં હાલ કોરોના સંક્રમણ ઘટી રહ્યુ છે, પરંતુ પોલીસ કર્મીઓ પર કોરોના સંકટ હજુ પણ જોવા મળી રહ્યુ છે. આ સમયે માત્ર મુંબઈમાં જ 500થી વધુ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

અહેવાલો અનુસાર મુંબઈમાં ઘટતા સંક્રમણને જોતા 26 જાન્યુઆરીથી શાળાઓ ખોલવા અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના આગમનથી જ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી હતી.

શિક્ષણ પ્રધાને શાળાઓ ખોલવાને લઈને કહી મોટી વાત

વર્ષા ગાયકવાડે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાળા શરૂ કરવા માટે કોરોના રસીકરણ અને શિક્ષકો અને શાળાના સ્ટાફનું સંપૂર્ણ રસીકરણ જરૂરી શરત તરીકે સામેલ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યની શાળાઓએ ફરીથી ઓનલાઈન માધ્યમથી અભ્યાસ શરૂ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈમાં 1500 રૂપિયામાં કોરોના વેક્સિનેશનના ફેક સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">