AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, IMDએ કર્યુ યલો એલર્ટ જાહેર

પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. IMDએ માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, IMDએ કર્યુ યલો એલર્ટ જાહેર
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:24 PM
Share

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદ (Heavy Rain in Maharashtra) થવાની સંભાવના છે. પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર તૈયાર થયો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. જેના કારણે આગામી બે દિવસ રાજ્યમાં વીજળીના કડાકા થશે, વાદળો ગરજશે અને વરસાદ પડશે.

આઈએમડીએ માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMDએ માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા સહિત આ વિસ્તારોમાં યલો એલર્ટ

અરબી સમુદ્રમાં પવનોના પ્રવાહને જોતા પ્રાદેશિક હવામાન વિભાગે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર અને નાંદેડ જિલ્લામાં 21 નવેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 22 નવેમ્બરે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, બીડ અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ભારતમાં ફરી મુશળધાર વરસાદની આગાહી

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં મુશળધાર વરસાદ પડશે.

આ તરફ મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગોવામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં વરસાદને કારણે અત્યાર સુધી ત્યાં રેલ્વે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે.

વધારે લાંબા અંતરની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. હાવડા-યશવંતપુર દુરંતો એક્સપ્રેસ, સંતરાગાછી-તિરુપતિ એક્સપ્રેસ, હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ અને હટિયા-યશવંતપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

IMA અધિવેશનમાં અમિત શાહની તબીબોને ટકોર, ન ઘટાડશો જેનરિક દવાનું મહત્વ
IMA અધિવેશનમાં અમિત શાહની તબીબોને ટકોર, ન ઘટાડશો જેનરિક દવાનું મહત્વ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
g clip-path="url(#clip0_868_265)">