AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : જંગલમાં જોવા મળ્યો કોબ્રાનો અદ્ભૂત નજારો, લોકો ગણાવી રહ્યા છે “આશીર્વાદ”

આજકાલ સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં ત્રણ સાપ એકબીજાની આસપાસ લપેટાયેલા જોવા મળે છે. નિષ્ણાતોના મતે આવુ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે.

Viral : જંગલમાં જોવા મળ્યો કોબ્રાનો અદ્ભૂત નજારો, લોકો ગણાવી રહ્યા છે આશીર્વાદ
Cobra Snake
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 1:07 PM
Share

Viral : સોશિયલ મીડિયા(Social Media) પર ઘણીવાર પ્રાણીઓના ઘણા બધા વીડિયો અને તસવીરો જોવા મળે છે. તમે અત્યાર સુધી એક કોબ્રા સાપને જોયો હશે,પરંતુ શું તમે એકસાથે ત્રણ કોબ્રા સાપને(Cobra Snake)  એકબીજા સાથે લપેટાયેલા જોયા છે ? જી હા..તાજેતરમાં આવી જ એક તસવીર ઈન્ટરનેટ(Internet)  પર ધમાલ મચાવી રહી છે.જેમા ત્રણ કોબ્રા જે રીતે ઝાડ પર લપેટાયેલા છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

આ તસવીરે હાલ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ તસવીર મહારાષ્ટ્રના મેલઘાટના જંગલોની છે. જ્યાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે કાળા રંગના ત્રણ કોબ્રા ઝાડની આસપાસ એકબીજા સાથે લપેટાયેલા છે.

જુઓ તસવીર

આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર Susanta Nanda IFS દ્વારા શેર કરવામાં આવી છે. ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘આશીર્વાદ….. જ્યારે એક જ સમયે ત્રણ સાપ તમને આશીર્વાદ આપે છે.’ આ સાથે તેણે ફોટો ક્રેડિટ રાજેન્દ્ર સેમલકરને આપ્યુ છે.

કોબ્રાની તસવીરે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

યુઝર્સ આ તસવીર શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આપણે જેટલું વિચારીએ છીએ તેટલું સાપ શિયાળામાં હાઇબરનેટ કરતા નથી. હવામાન, પ્રદેશ, આબોહવા, તાપમાન, ખોરાક, વનસ્પતિ વગેરે પર આધાર રાખે છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘મને નથી લાગતું કે આ કોઈપણ રીતે આશીર્વાદ છે’ જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

આ પણ વાંચો: ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">