Covid Deaths: મુંબઈમાં જુલાઈ 2021 બાદ સૌથી વધુ મૃત્યુ, દૈનિક કેસોમાં આંશિક રાહત

શનિવારે મુંબઈ(Mumbai)માં કોવિડ-19ના દૈનિક કેસ ઘટીને 10,661 થઈ ગયા હતા, જ્યારે 11 મૃત્યુ નોંધાયા જે જુલાઈ 2021 પછી નોંધાયેલ સૌથી વધુ એક-દિવસીય મૃત્યુદર છે.

Covid Deaths: મુંબઈમાં જુલાઈ 2021 બાદ સૌથી વધુ મૃત્યુ, દૈનિક કેસોમાં આંશિક રાહત
Highest one day Covid deaths in Mumbai since July 2021 (Symbolic image)
Follow Us:
Hemendrasinh Umat
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:34 PM

શનિવારે મુંબઈ (Mumbai)માં કોવિડ-19ના દૈનિક કેસ ઘટીને 10,661 થઈ ગયા હતા, જ્યારે 11 મૃત્યુ નોંધાયા. જે જુલાઈ 2021 પછી નોંધાયેલ સૌથી વધુ એક-દિવસીય મૃત્યુદર છે. મહારાષ્ટ્રમાં દૈનિક કેસો પણ શુક્રવારે નોંધાયેલા 43,211થી ઘટીને 42,462 થઈ ગયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી 23 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. “મુંબઈ ત્રીજી વેવ પીકથી નજીક છે. કેસ વધુ ઘટવાની અપેક્ષા છે” રાજ્ય કોવિડ -19 (Covid-19) ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું. સાથે સાથે હવે ઓમિક્રોનનો (Omicron) કહેર પણ મહારાષ્ટ્રમાં વધી ગયો છે.

સતત બીજા દિવસે ઓમિક્રોનના 100થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે રાજ્યમાં ઓમિક્રોનના 125 નવા કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 7,743 કેસ સામે આવ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રે 1,730 કેસ થઈ ગયા છે. એટલે કે દેશમાં આશરે ઓમિક્રોનનો દર ચોથો દર્દી મહારાષ્ટ્રનો (Maharashtra) છે.

જો કે શહેરમાં વધતો મૃત્યુ દર એક ચિંતાજનક બાબત છે. શુક્રવારે મુંબઈમાં 9 મૃત્યુ નોંધાયા હતા, જે 24 કલાકમાં વધીને શનિવારે 11 થઈ ગયા હતા. મુંબઈમાં 90 ટકા દર્દીઓ એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા છે, છતાં મૃત્યુનો આંક વધી રહ્યો છે. 1થી 13 જાન્યુઆરી વચ્ચે નોંધાયેલા 47 મૃત્યુમાંથી કુલ 42 મૃતકો (89 ટકા) 60 વર્ષથી વધુ વયના હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)નો ડેટા પણ દર્શાવે છે કે 38 અથવા 80% મૃત દર્દીઓમાં કોમોર્બિડિટીઝ હતી, જેના કારણે તેમનો ચેપ વધારે ઘાતક થયો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

“આપણે સંક્રમણના transition phaseમાં છીએ, જ્યાં ડેલ્ટા વેરિઅન્ટ્સ પર ઓમિક્રોનનું પ્રભુત્વ હજી બાકી છે. ડેલ્ટા વધુ ગંભીર છે તે ધ્યાનમાં લેતા આપણે ફેફસાંની સંડોવણી સાથે કોમોર્બિડિટીઝવાળા દર્દીઓ પર નજીકથી નજર રાખવાની છે” તેવું ડૉ જોશીએ જણાવ્યું.

મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 1 નવેમ્બર, 2021થી કુલ 4,265 RT-PCR પોઝિટીવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ઉપલબ્ધ 4,201 પરિણામોમાંથી ઓમિક્રોનના 1,367 કેસમાં અથવા માત્ર 32% કેસમાં જ મળી આવ્યા છે, જ્યારે 68% કેસોમાં કોવિડનું ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ ડોમીનન્ટ છે.

વધુમાં પત્રમાં લખ્યું છે કે “કદાચ રસીકરણનું સારું કવચ કોવિડ સંક્રમણમાં થતી ગંભીર બીમારીને અટકાવે છે. તેથી, ઉપરોક્ત અવલોકનોને ડેલ્ટા વેરિઅન્ટ અને રસીકરણના યોગ્ય પરિપ્રેક્ષ્ય સાથે ધ્યાનમાં લેવા જોઈએ,” સરકારી આંકડા મુજબ 12 જાન્યુઆરીથી સક્રિય કોવિડ -19 કેસમાંથી લગભગ 90.9% હોમ આઈસોલેશન અને કોવિડ કેર સેન્ટર્સ (CCC) હેઠળ હતા અને માત્ર 1,783 અથવા 9.1% ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.

આ પણ વાંચો: Corona Update: આ બે શહેરમાં કોરોના પીક પર પહોંચ્યો, વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળમાં કડક પ્રતિબંધો લાગુ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

g clip-path="url(#clip0_868_265)">