મહારાષ્ટ્રમાં ઠાકરે-શિંદે જૂથની લડાઈ પર સુનાવણી એક મહિના બાદ થશે, SCએ આપી નવી તારીખ

|

Sep 28, 2022 | 8:49 PM

ચૂંટણી પંચ હવે શિવસેનાના ચૂંટણી ચિન્હ 'ધનુષ'ના મામલાની સુનાવણી કરી શકે છે, પરંતુ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ સહિત મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સાથે જોડાયેલ અન્ય દસ બાબતોની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જ થવાની છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે-શિંદે જૂથની લડાઈ પર સુનાવણી એક મહિના બાદ થશે, SCએ આપી નવી તારીખ
SUPREME COURT
Image Credit source: File Image

Follow us on

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ વચ્ચે અસલી શિવસેના કોણ છે? આ લડાઈની સુનાવણી આગામી મહિને કરવામાં આવશે. હવે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી 1 નવેમ્બરે થશે. મંગળવારની સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય આપવાની મંજૂરી આપી હતી. ઠાકરે જૂથે અપીલ કરી હતી કે જ્યાં સુધી શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલાની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચને આ નિર્ણય લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કોર્ટે આ માંગણી સ્વીકારી ન હતી.

ચૂંટણી પંચ હવે શિવસેનાના ચૂંટણી ચિન્હ ‘ધનુષ’ના મામલાની સુનાવણી કરી શકે છે, પરંતુ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ સહિત મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સાથે જોડાયેલ અન્ય દસ બાબતોની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જ થવાની છે.

પહેલા નવરાત્રી, પછી દિવાળી – રજાઓના કારણે તારીખ બદલાઈ

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સંકળાયેલા બે જૂથો વચ્ચેના વિવાદની સુનાવણી કરી રહી છે. હવે સુનાવણીની આગામી તારીખ દિવાળી પછી એટલે કે 1 નવેમ્બર આપવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારોને કારણે રજાઓનો સમય હોય છે. નવરાત્રિની રજાના નવ દિવસ બાદ દિવાળીની રજાના કારણે સુપ્રીમ કોર્ટનું કામકાજ ઠપ થઈ રહ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અત્યાર સુધી આવું થયું, ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેવાની ECને પરવાનગી મળી

પરંતુ આ એક મહિનામાં ચૂંટણી પંચ ચૂંટણી ચિન્હ અંગે શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ 21 અને 22 જૂને શરૂ થયું હતું. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. અત્યાર સુધી આ મામલો ત્રણ બેન્ચ સમક્ષ ગયો છે. અગાઉ મામલો વેકેશન બેન્ચમાં ગયો હતો. ત્યારપછી તત્કાલિન ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે તેની સુનાવણી કરી હતી. આ પછી પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરવામાં આવી.

બંધારણીય બેંચ સમક્ષ મંગળવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ મંગળવારે યોજાયેલી સુનાવણીમાં એક જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.

Next Article