શું તમે ક્યારેય ખાધા છે ગોલ્ડ પ્લેટેડ મોમોઝ? મુંબઈમાં ધૂમ મચાવી રહ્યા છે આ બાહુબલી મોમોઝ, જુઓ VIDEO

શું તમે ક્યારેય ખાધા છે ગોલ્ડ પ્લેટેડ મોમોઝ? મુંબઈમાં ધૂમ મચાવી રહ્યા છે આ બાહુબલી મોમોઝ, જુઓ VIDEO
Have you ever eaten gold plated momos?

Mumbai Gold Plated Momos: તમે વેજ અને નોન-વેજ મોમો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય સોનાના મોમો ચાખ્યા છે. કદાચ નહીં. પરંતુ મુંબઈમાં ગોલ્ડ મોમો ઉપલબ્ધ છે. તે સોનાના વરખમાં લપેટાયેલું મળે છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 19, 2021 | 6:31 PM

Mumbai: આ વાતને કોઈ નકારી શકતું નથી કે, ભારતીયોને અવનવા નાસ્તામાં ચપટી વાનગીઓ ખાવી ખૂબ ગમે છે. મસાલેદાર, ખાટી, મીઠી, તીખી અને ચટાકેદાર વાનગીઓના તમે તેને નામ આપો એ તમામ આપણી પાસે હશે. આવી જ એક નવીન વાનગી વીશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમે વેજ અને નોન-વેજ મોમો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય સોનાના મોમો ચાખ્યા છે. કદાચ નહીં. પરંતુ મુંબઈમાં ગોલ્ડ મોમો ઉપલબ્ધ છે. તે સોનાના વરખમાં લપેટાયેલું મળે છે. તેને નારંગી મિન્ટ મોજીટો, ચોકલેટ મોમોઝ અને વિવિધ પ્રકારની ચટણીઓ સાથે ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ ગોલ્ડ મોમોઝની કિંમત 1299 રૂપિયા છે.

ગોલ્ડ મોમોઝનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. મુંબઈના મેસ્સી અડ્ડામાં મળતા આ બાહુબલી ગોલ્ડ મોમોઝનું વજન 2 કિલો છે અને તે વિવિધ કોમ્બિનેશન સાથે આવે છે. એક ફૂડ બ્લોગર ઇન્સ્ટાગ્રામ પર આ મોમોનો વીડિયો શેર કર્યો છે.

વીડિયો શેર કર્યા પછી આ વિડીયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ખાસ કરીને મોમો પ્રેમીઓ આ વિશાળ મોમોને લઈ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “વાહ! તે ખરેખર આશ્ચર્યજનક છે. ” બીજાએ લખ્યું, “હવે મોમો પણ સોનું છે.” એકે લખ્યું, “પાગલ પરંતુ નવીન.”

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati