અદાણી એ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ધારાવી અંગે કહ્યુ, “નિવૃતિ પહેલા એવુ કામ કરવાની ઈચ્છા છે કે 10 લાખ લોકોને આગામી 50 વર્ષ સુધી યાદ રહે”

|

Dec 29, 2024 | 4:25 PM

ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને તેમના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર વાત કરી. તેમણે પરિવાર સાથે ઓછામાં ઓછા ચાર કલાક ગાળવાની સલાહ આપી અને પોતાના કામને પ્રેમ કરવા પર ભાર મૂક્યો. ધારાવી પ્રોજેક્ટને તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવીને, અદાણીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ આગામી 50 વર્ષ સુધી 10 લાખ લોકોને યાદ રહે. તેમણે 25 રાજ્યોમાં કામ કરવાનો પણ ઉલ્લેખ કર્યો.

એક તરફ ભારતમાં વર્ક એન્વાયર્નમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે જાણીતા ઉદ્યોગકાર અને અદાણી જૂથના ચેરમેને પોતાના જીવનમંત્રના કેટલાક રહસ્યો પરથી ઉચક્યો છે પડદો.. ગૌતમ અદાણીનું માનવું છે કે, “જો તમને જે કરો છો તે સારૂ લાગે છે, તો પછી તમારૂ કાર્ય અને જીવન સંતુલન બરાબર છે.. અદાણીએ કહ્યું કે ધ્યાન ધરતી વખતે હું મારા ભૂતકાળને વાગોળુ છું અને મારી જીવનયાત્રાનું સ્મરણ કરૂ છું. આ સ્મરણ બાદ મને અહેસાસ થાય છે કે હું માત્ર કઠપૂતળી છું, અને કોઇ શક્તિ મને હંમેશા સ્ફૂર્તિ અને પ્રેરણા આપી રહી છે.

કામને પ્રેમ અને સમય આપવાની વાત સાથે પોતાના પરિવારને પણ પૂરતો સમય આપવાની વાત અદાણીએ કરી. તેમણે જણાવ્યું કે, તારુ કાર્ય-જીવન સંતુલન મારા પર ન લાદવું જોઈએ અને મારૂ તારા પર લાદવું ન જોઈએ. અદાણીએ ઓછામાં ઓછા ચાર કલાક પોતાના પરિવાર સાથે ગાળવાની પણ સલાહ આપી.

ગૌતમ અદાણીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ધારાવી વિશે પણ વાત કરી. અદાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો કે હું નિવૃત્તિ પહેલા ધારાવી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગું છું. તેઓએ કહ્યું કે છેલ્લા 40 વર્ષમાં ત્રણ વખતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, પરંતુ હવે એવું કામ કરવાની ઇચ્છા છે કે 10 લાખ લોકોને આગામી 50 વર્ષ સુધી યાદ રહે.

LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

અદાણીએ દાવો કર્યો કે, અમે 25 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકાર છે. હત્વપૂર્ણ છે કે વર્ક-લાઇફ બેલેન્સની ચર્ચાને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના એક સૂચનથી વેગ મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:38 pm, Sun, 29 December 24

Next Article