મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

|

Mar 20, 2021 | 7:17 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે.

મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ
parambir singh file Photo

Follow us on

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Waze ને  100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેની બાદ શનિવારે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પરમબીર સિંહે કહ્યું કે મને સચિન વાઝેએ જણાવ્યું હતું કે દર મહિને અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયા ક્લેક્ટ કરવા કહ્યું છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

હાલમાં જ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝે પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો સાથે પાર્ક કરેલી ટીમમાં હોવાનો આરોપ છે. તાજેતરમાં જ એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

પરમબીરસિંહને તાજેતરમાં જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા
પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, આઈપીએસ અધિકારીના કેટલાક સાથીદારોની ગંભીર અને અવિશ્વસનીય ભૂલોને કારણે બદલી કરવામાં આવી હતી. પરમબીર સિંહની બદલી થયા બાદ દેશમુખે કહ્યું હતું કે પોલીસ અધિકારી સચિન વાઝેની તપાસ યોગ્ય રીતે અને કોઈ અડચણ વિના કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

 

દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાનની બહાર એક શંકાસ્પદ કાર મળી હોવાના મામલે પરમબીર સિંહને જે રીતે કાર્યવાહી કરી તેની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વાહનમાંથી જીલેટીન સ્ટીકો મળી આવી હતી.

 

 

આ પણ વાંચો: જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે

Published On - 7:11 pm, Sat, 20 March 21

Next Article