સૌથી મોટા લોન કૌભાંડમાં ABG શિપયાર્ડના ભૂતપૂર્વ ચેરમેનની CBI દ્વારા પૂછપરછ: સૂત્રો
બુધવારે જ કેસમાં ED એ ABG શિપયાર્ડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ લોન સંબંધિત કૌભાંડ આશરે 23 હજાર કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે.
તપાસ એજન્સીઓએ ભારતના સૌથી મોટા દેવા કૌભાંડ (India’s Biggest Loan Fraud) માં મુખ્ય લોકોની પૂછપરછ તેજ કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે CBI એ એબીજી શિપયાર્ડ (ABG Shipyard) ના પૂર્વ અધ્યક્ષની પૂછપરછ કરી. સૂત્રોએ માહિતી આપી હતી કે સીબીઆઈએ શનિવારે પૂર્વ અધ્યક્ષના ઘરની તપાસ કરી હતી, ત્યારબાદ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. છેતરપિંડીના કેસમાં EDએ ગઈકાલે જ કેસ નોંધ્યો છે. ED આ કેસમાં મની લોન્ડરિંગ (Money Laundering) ની તપાસ કરી રહી છે. આ સમગ્ર લોન કૌભાંડ આશરે 23 હજાર કરોડનું હોવાનો અંદાજ છે.
EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
બુધવારે, EDએ આ કેસમાં ABG શિપયાર્ડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે. આ મામલો લગભગ 23 હજાર કરોડ રૂપિયાનો છે. જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેની લગભગ 100 સહયોગી કંપનીઓમાં નાણાં છુપાવ્યા છે, જે જાણવા માટે તપાસ તેજ કરી છે.
અહેવાલો અનુસાર, સીબીઆઈ કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તેના દાવાઓને મજબૂત કરવા માટે તમામ પગલાં લઈ રહી છે જેથી તે કેસની સુનાવણી દરમિયાન મક્કમતાથી પક્ષ રાખી શકે. અગાઉ શનિવારે, સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
અગ્રવાલ ઉપરાંત, એજન્સીએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટરો – અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પર કથિત રૂપે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસના ગુનાહિત ભંગ અને સત્તાવાર ગેરરીતિનો કેસ દાખલ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકો પર ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
બેંકોના કન્સોર્ટિયમે સૌપ્રથમ 8 નવેમ્બર, 2019 ના રોજ ફરિયાદ દાખલ કરી હતી, જેના પર સીબીઆઈએ 12 માર્ચ, 2020 ના રોજ સ્પષ્ટતા માંગી હતી. બેંકોના કન્સોર્ટિયમે તે વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી અને દોઢ વર્ષથી વધુ તપાસ બાદ સીબીઆઈએ તેના પર કાર્યવાહી કરી હતી.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન્સિક ઓડિટમાં ખુલાસો થયો હતો કે 2012-17 ની વચ્ચે, આરોપીઓએ કથિત રીતે સાંઠગાંઠ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જેમાં ભંડોળનો દુરુપયોગ અને વિશ્વાસના ગુનાહિત ભંગનો સમાવેશ થાય છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે અગાઉની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારના કાર્યકાળ દરમિયાન એબીજી શિપયાર્ડનું ખાતું એનપીએ હતું અને બેંકોએ તેને સરેરાશ કરતાં ઓછા સમયમાં પકડ્યું હતું અને હવે આમાં કાર્યવાહી ચાલી રહી છે. બાબત આ કેસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે તેમાં ED પણ જોડાઈ ગઈ છે.