Fire in Maharashtra: મહારાષ્ટ્રના મુરબાડ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
મુરબાડના MIDC કેમ્પસમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. અહીં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે. આ આગના કારણે સ્થાનિક લોકો ફરી એકવાર ગભરાટમાં છે.
Fire in Maharashtra: મહારાષ્ટ્રના મુરબાડ વિસ્તારની તહેસીલ ઓફિસ પાસે પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલ અને ફર્નિચર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી જતી રહી હતી. આગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી હોવાથી અને દૂર સુધી ફેલાતી હોવાથી ફાયર બ્રિગેડની ટીમને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ કંપની મુંબઈને અડીને આવેલા થાણે સ્થિત મુરબાડની MIDCમાં આવેલી છે. આ આગમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. મુરબાડના MIDC કેમ્પસમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. અહીં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે. આ આગના કારણે સ્થાનિક લોકો ફરી એકવાર ગભરાટમાં છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ વિસ્તારમાં આગની ઘટનાઓની હારમાળા આખરે ક્યારે અટકશે?
#WATCH | Fire erupts at a plastic manufacturing factory in Murbad area of Thane, Maharashtra. Fire tenders pressed into action. pic.twitter.com/Jfd1ebMGBc
— ANI (@ANI) November 7, 2021
આગ પર મેળવાયો કાબૂ આ પહેલા પણ બોમ્બે કુલર, ટેક્નોક્રાફ્ટ, મોરેશ્વર પ્લાસ્ટિક કંપની જેવી ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલ અને ફર્નિચર બનાવતી કંપનીમાં રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં ફરી એકવાર આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ તે ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્વાળાઓ એટલી ઉંચી વધી રહી હતી કે દૂરથી તે જંગલની આગ જેવી લાગતી હતી. પ્લાસ્ટિક કંપનીમાં લાગેલી આ આગથી નજીકના ભાગોને પણ લપેટમાં લઈ લીધા હતા.
આગનું આ વિકરાળ સ્વરૂપ એટલું ભયાનક હતું કે તેને ઓલવવામાં ફાયર ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લાંબા સમય સુધી ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરતી રહી. આખરે કોઈક રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરનો ખખડધજ એસ.ટી. ડેપો: બેસવા નથી બાંકડા, નથી પીવા પાણી, જાણો સમગ્ર વિગત