Big News : મુંબઈના પવઈ સાકી વિસ્તારમાં ભીષણ આગ, પાંચ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

|

Nov 18, 2021 | 3:44 PM

મુંબઈના પવઈ સાકી વિહાર રોડ પર હ્યુન્ડાઈ સર્વિસ સેન્ટરમાં આગ લાગી છે. હાલ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Maharashtra: ગુરુવારે મુંબઈમાં પવઈ (Powai, Mumbai) સાકી વિહાર રોડ પર હ્યુન્ડાઈના સર્વિસ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ પાંચ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે. જો કે હજુ સુધી આગ (Fire) લાગવાનું કારણ જાણી શકાયુ નથી.ઉપરાંત આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર પણ સામે આવ્યા નથી.

શહેરમાં વારંવાર આગ લાગતા તંત્રની કામગિરી પર ઉઠ્યા સવાલ

આ પહેલા તાજેતરમાં જ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હંસા હેરિટેજ નામની 15 માળની ઈમારતના 14મા માળે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગમાં 2 લોકોના મોત થયા હતા.જ્યારે ભીષણ આગમાંથી 8 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ દિવાળી માટે લગાવવામાં આવેલ લેમ્પના કારણે આ આગ લાગી હતી.

સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી

ઉપરાંત થોડા દિવસો અગાઉ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં એક સ્ક્રેપ યાર્ડમાં(Scrap Yard)  વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. તેમજ મહારાષ્ટ્રના મુરબાડ વિસ્તારની તહેસીલ ઓફિસ પાસે પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલ અને ફર્નિચર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મુરબાડના MIDC કેમ્પસમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. અહીં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેની વધી મુશ્કેલી ! NCP નેતા નવાબ મલિકે, વાનખેડે વિરુદ્ધ બોમ્બે HCમાં રજુ કર્યા પૂરાવા

આ પણ વાંચો: Maharashtra : “ભાજપે દરેક હિસાબની કિંમત ચૂકવવી પડશે” , અનિલ દેશમુખની ધરપકડને લઈને પવારે ભાજપને આડે હાથ લીધી

Published On - 3:39 pm, Thu, 18 November 21

Next Article