મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા આરિફ નસીમ ખાન વિરૂદ્ધ નોંધાયો કેસ, મહિલા સાથે છેડતીનો આરોપ
આ કેસ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મોહમ્મદ આરિફ નસીમ ખાન સહિત અન્ય ચાર સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના નિવેદનના આધારે IPCની કલમ 354,506, 323,504,509 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા આરિફ નસીમ ખાન (Arif Naseem Khan) વિરુદ્ધ છેડતીનો (Molestation) કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મોહમ્મદ આરિફ નસીમ ખાન સહિત અન્ય ચાર સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના નિવેદનના આધારે IPCની કલમ 354,506, 323,504,509 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એટલે કે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે હુમલો અથવા ગુનાહિત બળ પ્રયોગ, ધમકી આપવી, નુકસાન પહોંચાડવું, ઉશ્કેરવું અને અપમાનિત કરવું, મહિલા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી અથવા અભિવ્યક્તિઓ કરવી અને એક જ ઈરાદાથી ઘણા લોકો દ્વારા સાથે મળીને કોઈ કામને કરવા સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા છે.
આરિફ નસીમ ખાન વિરુદ્ધ અંધેરી પોલીસ સ્ટેશનમાં છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે
An FIR has been registered against Maharashtra Congress Working President Arif Naseem Khan & 4 others at Andheri Police Station in Mumbai under Sections 354, 509, 506, 323, 504 & 34 of IPC, based on the statement of a woman: Mumbai Police
— ANI (@ANI) October 31, 2021
હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અસલી એફઆઈઆર (FIR) ઝીરો એફઆઈઆર હતી. 25 ઓક્ટોબરે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલો અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળનો હોવાથી આ કેસ પાછળથી અંધેરી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
મોહમ્મદ આરિફ નસીમ ખાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
આ મામલે કોંગ્રેસ નેતા મોહમ્મદ આરિફ નસીમ ખાનનું હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. નસીમ ખાન જે પાર્ટીના નેતા છે તે કોંગ્રેસ પાર્ટી હાલમાં રાજ્યમાં સરકારમાં સામેલ છે. મહારાષ્ટ્રમાં હાલમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની ગઠબંધન સરકાર સત્તા પર છે. આ ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું છે.
કોણ છે મોહમ્મદ આરિફ નસીમ ખાન?
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોહમ્મદ આરિફ નસીમ ખાન અગાઉ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 7 નવેમ્બર 2009થી 26 સપ્ટેમ્બર 2014 સુધી સત્તામાં હતા. તેઓ કાપડ અને લઘુમતી બાબતોના મંત્રી રહી ચૂક્યા છે. હાલના લઘુમતી બાબતોના મંત્રી એનસીપી નેતા નવાબ મલિક છે. 1960માં મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી નસીમ ખાન રાજ્યના પહેલા પ્રથમ મુસ્લિમ ગૃહ (શહેરી) રાજ્યમંત્રી હતા.
તેઓ મુંબઈની ચાંદીવલી અને કુર્લા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને 15 જાન્યુઆરી 2017ના રોજ કાશ્મીર ટૂ કેરળ ફાઉન્ડેશન તરફથી શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો હતો. તેમને આ એવોર્ડ શ્રી કોરિયન અને જસ્ટિસ કમલા પ્રસાદના હાથેથી આપવામાં આવ્યો હતો, જેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હતા. પરંતુ હાલમાં નસીમ ખાન પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નવાબ મલિકના આરોપ બાદ સમીર વાનખેડે પહોંચ્યા દિલ્હી, SC કમિશનના અધ્યક્ષ સમક્ષ રજુ કર્યા દસ્તાવેજો