AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Fire: મુંબઇના માનખુર્દઇ વિસ્તારમાં લાગી આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગે માહિતી આપી છે કે, હજુ સુધી કોઈ જાનહાનિની ​​જાણ થઈ નથી.

Mumbai Fire: મુંબઇના માનખુર્દઇ વિસ્તારમાં લાગી આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
Mumbai Breaking: Fire breaks out in Mumbai's Mankhudai area, 6 fire department vehicles reach the spot
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 12:25 PM
Share

Mumbai Fire : શુક્રવારે વહેલી સવારે મુંબઈના માનખુર્દ વિસ્તાર (Mankhurd area)માં સ્ક્રેપ યાર્ડ (Scrap yard)માં ભીષણ આગ લાગી હતી. છ ફાયર ફાઇટરો (Firefighters)ઘટનાસ્થળે હાજર છે. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગે (Fire Department) માહિતી આપી છે કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​જાણ થઈ નથી.

આ પહેલા ગુરુવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક ઐદ્યોગિક વિસ્તાર (Industrial area)ના એકમમાં ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સવારે 10.20 વાગ્યે ઇન્ડસ્ટ્રીયલ એરિયા (Industrial Area)માં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ પછી, ફાયર ફાઇટરો (Firefighters)એ બે કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પાર્કિંગમાં આગ લાગવાથી આઠ વાહનો બળીને ખાખ થયા

આ પહેલા સોમવારે થાણેમાં જ એક રહેણાંક વિસ્તારના પાર્કિંગમાં આગમાં આઠ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Regional Disaster Management) સેલ (આરડીએમસી) ના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે, પોખરણ રોડ નં. સવારે લગભગ 4.30 વાગ્યે, એક વાહનમાં આગ લાગી જે ત્યાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ ફેલાઈ ગઈ. વાહનો ખાખ થઈ ગયા હતા. સ્થાનિક ફાયર કર્મચારીઓ અને આરડીએમસીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગત્ત મહિને થાણે જિલ્લાના ભિવંડીમાં આગમાં ચાર દુકાનો બળીને ખાખ થઈ હતી

ગત્ત મહિને ઓગસ્ટમાં થાણે જિલ્લાના ભિવંડીમાં આગમાં ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારપેઠ વિસ્તારમાં બનેલા અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નથી. ભિવંડી નિઝામપુર નગરપાલિકા (Nizampur Municipality)ના ફાયર ડિપાર્ટમેન્ટ (Fire Department)ના અધિકારીએ જણાવ્યું હતું કે, રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં સવારે 3.30 વાગ્યે આગ લાગી હતી અને તે નજીકના વિસ્તારોમાં ફેલાઈ હતી.

આ પણ વાંચો : IPL 2021 Schedule: મુંબઈ ઇન્ડિયન્સની નજર ટાઇટલ હેટ્રિક પર, જાણો- રોહિતની ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચો : Shocking! અમેરિકામાં જો બાઈડનના વતનમાં લાગ્યા પોસ્ટરો, Making the Taliban great again સુત્ર યાદ કરાવ્યું

g clip-path="url(#clip0_868_265)">