મહારાષ્ટ્રના ખેડૂતો પર કમોસમી વરસાદનો વધુ એક માર, ડાંગર અને ડુંગળીના પાકને મોટું નુકસાન

|

Nov 07, 2021 | 4:16 PM

ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કમોસમી વરસાદમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયુ હતુ. ફરી કમોસમી વરસાદ થતા હવે ખેડૂતોને નુકસાનમાંથી બહાર આવવુ અઘરુ થઇ ગયુ છે.

મહારાષ્ટ્રના ખેડૂતો પર કમોસમી વરસાદનો વધુ એક માર, ડાંગર અને ડુંગળીના પાકને મોટું નુકસાન
Crop Damage Due To Rain

Follow us on

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર (Maharashtra) સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Rain) વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ફરી એક વાર ખેડૂતો(Farmers)ની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. નાશિક જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરો(Farm)માં પાણી ભરાઇ જતા ડાંગરનો પાક પલળી ગયો છે.

ડાંગર અને ડુંગળીની ખેતીને નુકસાન
નાશિકના ઈંગતપુરીમાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતી બરબાદ થઈ ગઈ છે. કેટલાક ખેડૂતોના ડાંગરના પાકની ગુણવત્તા પર અસર થઇ છે. છેલ્લા ચાર દિવસથી મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે માત્ર ડાંગર જ નહીં પરંતુ ડુંગળીની ખેતીને પણ નુકસાન થયું છે. પ્રારંભિક ખરીફ માટે તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે.

ખેડૂતોનું કહેવું છે કે હવે પાકની ગુણવત્તા તો બગડશે જ, પરંતુ તેને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ પણ વધશે. બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની સંભાવના રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા કમોસમી વરસાદથી પણ ખેડૂતોને ભારે નુકસાન થયુ હતુ. ખેડૂતો હજુ તે નુકસાની જેમ તેમ કરીને ભરી રહ્યા હતા ત્યાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર કમોસમી વરસાદે દસ્તક આપી છે. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા બે વરસાદથી નાસિકમાં ખેડૂતોનો પાક બગડી રહ્યો છે.

ખેડૂતે સમસ્યા જણાવી
નાશિકના સિન્નરના રહેવાસી અરુણ રાવનું કહેવું છે કે તેણે પોતાની 4 એકર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી, પરંતુ શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે આખો પાક બગડી ગયો છે. સમગ્ર ડાંગર પાણીમાં ગરકાવ છે. પાણીમાં ડૂબી જવાથી પાક સંપૂર્ણપણે બગડી ગયો હતો. ખેડૂતે કહ્યું કે મારી કિંમત પણ આ પાકમાંથી નીકળી શકશે નહીં. અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

હવામાન વિભાગની માહિતી
હવામાન નિષ્ણાત વિજય જયભાવેએ Tv9 Digital સાથેની વાતચીતમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં ઓછા દબાણને કારણે નાસિકના મોટા વિસ્તારમાં વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડશે.

 

આ પણ વાંચો: ફોન વગર પણ વાપરી શકાશે વોટ્સએપ, વોટ્સએપનું નવુ ફીચર લોન્ચ

આ પણ વાંચો: અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Next Article