આજે શિંદે-ઠાકરે વચ્ચે ટક્કર! એક જ દિવસ, એક જ સમય, એક જ શહેરમાં રહેશે હાજર

|

Aug 02, 2022 | 8:14 AM

સમગ્ર મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉત્સુકતા છે કે શિંદે (CM Eknath Shinde) અને ઠાકરે એક જ દિવસે, એક જ સમયે અને એક જ શહેરમાં પુણેમાં આમને-સામને થશે ત્યારે શું થશે.

આજે શિંદે-ઠાકરે વચ્ચે ટક્કર! એક જ દિવસ, એક જ સમય, એક જ શહેરમાં રહેશે હાજર
Eknath Shinde & Aditya Thackeray (File Image)

Follow us on

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના (Maharashtra News) પ્રવાસે છે. આદિત્ય ઠાકરે સોમવારે કોંકણના સિંધુદુર્ગની મુલાકાતે હતા. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કરીને મુખ્યમંત્રી બનેલા સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) આજે પૂણેના પ્રવાસે છે. આજે જ આદિત્ય ઠાકરે પણ પુણે પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, સમગ્ર મહારાષ્ટ્રમાં ઉત્સુકતા છે કે જ્યારે શિંદે અને ઠાકરે વચ્ચે એક જ દિવસે, એક જ સમયે અને એક જ શહેરમાં આમનો સામનો થશે ત્યારે શું થશે?

3જી તારીખે સુપ્રીમ કોર્ટ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણી કરી રહી છે. સીએમ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે શિવસેનાના ચૂંટણી ચિન્હ સંબંધિત પ્રશ્નની સુનાવણી ન કરવામાં આવે, શિવસેનાના અસલી હકદાર કોણ ? શિંદે કે ઠાકરે? એકનાથ શિંદે વતી કહેવામાં આવ્યું છે કે આ મામલાને ચૂંટણી પંચે ઉકેલવો જોઈએ. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા સીએમ શિંદે તેમની સભામાં શું બોલે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.

સાંજે એક જ સમયે શિંદે અને ઠાકરે, હવે કોઈ કરે તો શું કરે?

સાસવડમાં સીએમ એકનાથ શિંદેની સભા યોજાવા જઈ રહી છે. આ બેઠક પૂર્વ ધારાસભ્ય વિજય શિવતારેના વિસ્તારમાં યોજાવા જઈ રહી છે. બીજી તરફ રાજ્યભરમાં આદિત્ય ઠાકરેની નિષ્ઠા યાત્રા શરૂ થઈ રહી છે. આદિત્ય ઠાકરે બળવો કરીને ઉદ્ધવ છાવણી છોડી ચૂકેલા ધારાસભ્યોના વિસ્તારોમાં જઈ રહ્યા છે. સીએમ શિંદે આવતીકાલે સાંજે 7 વાગ્યે પુણેના કાત્રજ ચોક ખાતે ધારાસભ્ય તાનાજી સાવંતના ઘરે જવાના છે. જે સમયે સીએમ અહીં હાજર રહેશે તે જ સમયે, આદિત્ય ઠાકરે પૂણેના કાત્રજમાં શિવસૈનિકોને સંબોધિત કરી રહ્યા હશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આદિત્ય ઠાકરેની નિષ્ઠા યાત્રાને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, અહેમદનગર, કોંકણની સભાઓમાં ઉદ્ધવ ઠાકરે કેમ્પના કાર્યકર્તાઓએ જોરશોરથી પ્રદર્શન કર્યું હતું. આદિત્ય ઠાકરે જ્યાં પણ ગયા ત્યાં તેમને દેશદ્રોહી ગણાવીને શિંદે જૂથની નિંદા કરી છે. એટલે આવતીકાલે એક જ જિલ્લામાં શિંદે અને ઠાકરેની મુલાકાતને કારણે આદિત્ય ઠાકરે શિંદે જૂથ અંગે શું કહે છે અને સીએમ શિંદે પણ ઠાકરેને શું જવાબ આપે છે, તે જોવાનું રહેશે.

Next Article