AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના 40 ધારાસભ્ય જતા રહે તો પણ સરકારને કોઈ ખતરો નથી! પ્રહાર જનશક્તિ પાર્ટીના વડાએ સમજાવ્યું ગણિત

શિંદે જૂથના ધારાસભ્યો ઉદ્ધવ છાવણીમાં પાછા ફરે તો પણ મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) ભાજપ સરકાર કેવી રીતે ટકી શકશે? બચ્ચુ કડુએ તેનું ગણિત સમજાવ્યું છે. બચ્ચુ કડુએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં નાની પાર્ટીઓ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ભાજપ સરકાર ટકી શકે છે.

શિવસેનાના 40 ધારાસભ્ય જતા રહે તો પણ સરકારને કોઈ ખતરો નથી! પ્રહાર જનશક્તિ પાર્ટીના વડાએ સમજાવ્યું ગણિત
Deputy CM Devendra Fadnavis & CM Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 9:32 AM
Share

જો સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) જૂથના 40 ધારાસભ્યો પાછા ફરે અને ઉદ્ધવ ઠાકરે કેમ્પની શિવસેનામાં (Shivsena) ફરી જોડાય, તો પણ રાજ્યમાં ભાજપની સરકાર જાળવી શકાય છે. મહારાષ્ટ્ર સરકારને નજીકના ભવિષ્યમાં કોઈ ખતરો નથી. કેબિનેટ વિસ્તરણમાં વિલંબ કોઈ ડરના કારણે નહીં, પરંતુ એ કારણે થઈ રહ્યો છે કે, કેબિનેટ વિસ્તરણ કરતાં પણ વધુ મહત્ત્વ પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ પૂરી પાડવાનું છે. આ વાતો શિંદે જૂથને ટેકો આપતી પાર્ટી પ્રહાર જનશક્તિના વડા બચ્ચુ કડુએ કહી છે.

બચ્ચુ કડુએ કહ્યું કે કેબિનેટનું વિસ્તરણ ન થયું હોવા છતાં શિંદે-ફડણવીસ સરકારમાં રાજ્યના લોકોનું કોઈ કામ અટકતું નથી. ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, બચ્ચુ કડુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. નાના પટોલેએ કહ્યું હતું કે શિંદે-ફડણવીસ સરકાર કાયદા અને બંધારણના નિયમોના ચક્કરમાં ફસાયેલી છે. નાનાના કહેવા પ્રમાણે કેબિનેટનું વિસ્તરણ થતાં જ સરકારે કાયદા અને બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે કેબિનેટ વિસ્તરણ ડરથી કરવામાં આવી રહ્યું નથી કે જેમને મંત્રીપદ નહીં મળે તેઓ શિંદે જૂથથી તેમનો મોહભંગ કરી શકે છે. તેનાથી સરકારનું ભવિષ્ય જોખમાઈ શકે છે.

શિવસેનાના સમર્થન વિના પણ ભાજપ સરકાર ટકી શકે છેઃ બચ્ચુ કડુ

છેવટે, શિંદે જૂથના ધારાસભ્યો ઉદ્ધવ છાવણીમાં પાછા ફરે તો પણ મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર કેવી રીતે ટકી શકશે? બચ્ચુ કડુએ તેનું ગણિત સમજાવ્યું છે. બચ્ચુ કડુએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં નાની પાર્ટીઓ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ભાજપ સરકાર ટકી શકે છે. તેથી નજીકના ભવિષ્યમાં તેને કોઈ ખતરો નથી.

તમને જણાવી દઈએ કે વિધાનસભામાં 288 સીટો છે અને બહુમતનો આંકડો 145 છે. હાલમાં ભાજપ અને તેના સમર્થક ધારાસભ્યોની કુલ સંખ્યા 115 છે. કદાચ બચ્ચુ કડુ એ સંકેત આપી રહ્યા છે કે આમ છતાં, જો ભાજપ વિધાન પરિષદમાં તેના ઉમેદવારોના સમર્થનમાં 133 મત એકઠા કરી શકે છે, તો શિવસેના તેને સમર્થન નહીં આપે તો પણ ભાજપને દસ-બાર લોકોનું સમર્થન મેળવવામાં કોઈ ખાસ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.

‘કેબિનેટનું વિસ્તરણ અટવાયુ, પણ ખેડૂતોનું કામ અટક્યુ નથી’

બચ્ચુ કડુએ કહ્યું કે આ સમયે માત્ર બે લોકોની સરકાર હોવા છતાં સક્ષમ સરકાર છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કોઈપણ પ્રકારનો ભય નથી. કેબિનેટ વિસ્તરણ એ આંતરિક બાબત છે. વિપક્ષે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે શિંદે-ફડણવીસ સરકાર માત્ર બે લોકોની સરકારના કારણે એક રીતે વિકલાંગ અને નબળી સરકાર છે. આના જવાબમાં બચ્ચુ કડુએ કહ્યું કે વિકલાંગોને નબળા માનવા એ નાના પટોલેની અજ્ઞાનતા છે. વિકલાંગ લોકો અન્ય કરતા વધુ સક્ષમ છે. પેરા ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ મેળવનાર આ દિવ્યાંગ જ હોય છે. તેમને ઓછુ આંકવાનું ભૂલ કરીને નાના પટોલેએ પોતાની સંકુચિત વિચારસરણી વ્યક્ત કરી છે. તેણે પોતાના નિવેદનો માટે વિકલાંગ લોકોની માફી માંગવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">