Maharashtra: EDએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનું નોંધ્યું નિવેદન, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર વસૂલાત સંબંધિત છે મામલો

|

Dec 05, 2021 | 8:47 PM

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તે આરોપોના જુદા જુદા પાસાઓ પર સિંહ સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરની લગભગ પાંચ-છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

Maharashtra: EDએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનું નોંધ્યું નિવેદન, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર વસૂલાત સંબંધિત છે મામલો
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (ફાઈલ ફોટો).

Follow us on

મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં પરમબીર સિંહ (Parambir Singh)નું નિવેદન નોંધવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) સાથે સંબંધિત ગેરકાયદે વસુલી કેસમાં ભૂતપૂર્વ સસ્પેન્ડેડ પોલીસ અધિકારીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં બેલાર્ડ સ્ટેટ ખાતે આવેલી EDની ઓફિસમાં નોંધવામાં આવ્યું છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તે આરોપોના જુદા જુદા પાસાઓ પર સિંહ સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરની લગભગ પાંચ-છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા EDએ પરમબીર સિંહને ત્રણ વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. પૂછપરછ બાદ પરમબીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેને વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

 

પરમબીર સિંહના આરોપો બાદ ધરપકડ કરાયેલ અનિલ દેશમુખ જેલમાં છે

પરમબીર સિંહે ED સમક્ષ આપેલું નિવેદન ઘણું મહત્ત્વનું હોવાનું કહેવાય છે. 59 વર્ષીય પરમબીર સિંહ 1988 બેચના IPS ઓફિસર છે. પરમબીર સિંહના આરોપોના આધારે ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે તલોજા જેલમાં બંધ છે.

 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરતા હતા. જોકે NCP નેતા અનિલ દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.

 

અનિલ દેશમુખ પર આરોપ લગાવનાર ખુદ પરમબીર પણ આરોપોથી ઘેરાયા હતા

અહીં શિવસેનાની મહા વિકાસ આઘાડી સરકારે પણ પરમબીર સિંહ અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ નોંધ્યો છે. આ પછી બિલ્ડર અને અન્ય કેટલાક લોકોએ પણ પરમબીર સિંહ વિરુદ્ધ ગેરકાયદે વસૂલાતના કેસ દાખલ કર્યા છે.

 

સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ પાંચ કેસ નોંધાયેલા છે. આ પછી પરમબીર સિંહ ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ અને થાણેની અદાલતોએ તેમને ફરાર જાહેર કર્યા હતા. છ મહિના સુધી તેઓ ભૂગર્ભમાં રહ્યા. આ પછી જ્યારે તેમને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ધરપકડમાંથી મુક્તિ આપી, ત્યારે તેઓ આગળ આવ્યા.

 

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ પછી તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલા બાદ પરમબીર સિંહને મુંબઈના કમિશનર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

 

તેના બદલામાં પરમબીર સિંહે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાત કરવાનો આરોપ લગાવ્યો હતો. પછી તપાસ અને પૂછપરછ વધતી ગઈ અને બંને પક્ષે મની લોન્ડરિંગ અને રિકવરીના મામલે નવા નવા વળાંકો આવતા ગયા.

 

આ પણ વાંચો :  1 જાન્યુઆરીથી બેન્ક અને પોસ્ટમાં જતા પહેલાં બદલાયેલા આ નિયમ ધ્યાનમાં રાખજો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

Next Article