Maharashtra: ઠાકરે સરકારને આંચકો, ED એ પરિવહન મંત્રી અનિલ પરબને મંગળવારે હાજર થવા નોટીસ પાઠવી

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને રત્નાગીરીના સંરક્ષક મંત્રી અનિલ પરબને 100 કરોડની વસૂલાત મામલે નોટિસ મોકલવામાં આવી છે. અનિલ પરબને 31 ઓગસ્ટ (મંગળવારે) સવારે 11 વાગ્યે ED ની મુંબઈ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Maharashtra: ઠાકરે સરકારને આંચકો, ED એ પરિવહન મંત્રી અનિલ પરબને મંગળવારે હાજર થવા નોટીસ પાઠવી
અનીલ પરબ (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:21 PM

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને રત્નાગીરીના સંરક્ષક મંત્રી અનિલ પરબને (Anil Parab) 100 કરોડની વસૂલાત મામલે નોટિસ મોકલવામાં આવી છે. અનિલ પરબને 31 ઓગસ્ટ (મંગળવારે) સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate-ED) ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે. આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મને કયા સંદર્ભમાં નોટિસ મોકલવામાં આવી છે તેની મને જાણ નથી. મને માત્ર મંગળવારે સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મારે કારણ ખબર હોવી જોઈએ. જ્યારે કારણ ખબર પડશે  ત્યારે જ હું કંઈક કહી શકીશ.  હું કાનૂની સલાહ લીધા પછી આનો જવાબ આપીશ. ”

રાણેની ધરપકડ બાદ કેન્દ્ર સરકારન બદલો લેવા માટે કાર્યવાહી કરી રહી છે – સંજય રાઉત

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) ટ્વીટ કરીને આ માહિતી આપી છે. રત્નાગિરીમાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Narayan Rane) ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પર તેમના નિવેદન બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માટે રત્નાગીરીના સંરક્ષક મંત્રી અનિલ પરબ રત્નાગીરી પોલીસને સૂચના આપી રહ્યા હતા.

આ સમગ્ર ઘટના અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠીના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે અનિલ પરબ પર ED ની આ કાર્યવાહી નારાયણ રાણેની ધરપકડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા બદલો લેવા માટે કરવામાં આવી રહી છે. પણ કોઈ વાંધો નહીં, કાયદાની આ લડાઈ અમે કાયદાકીય રીતે લડીશું.

આના જવાબમાં વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે ઇડી પુરાવા વગર કોઇ કાર્યવાહી કરતું નથી. તેની પાસે અનિલ પરબ સામે ચોક્કસ પુરાવા છે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. આ સંદર્ભે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પ્રતિક્રિયા આપી છે કે ‘કર નાહીં તર ડર કશાલા’ એટલે કે જો તમે કંઈ કર્યું નથી, તો પછી તમે કેમ ડરી રહ્યા છો? નારાયણ રાણેના પુત્ર અને ભાજપના નેતા નિતેશ રાણેએ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે, અનિલ પરબના પાપનો ઘડો ભરાઈ ગયો છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પહેલેથી જ કહ્યું હતું કે આગામી નંબર અનિલ પરબનો હશે.

આ સમગ્ર મામલે ભાજપના નેતા કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા આવી છે. કિરીટ સોમૈયા એ જ નેતા છે જેમણે પહેલા જ દાવો કર્યો હતો કે 100 કરોડની વસૂલાતના કેસમાં અનિલ દેશમુખ પછી અનિલ પરબનો નંબર આવવાનો છે. કિરીટ સોમૈયાએ કહ્યું  કે, “ઠાકરે સરકારના વધુ એક વસુલી કરવા વાળા  મંત્રી અનિલ પરબને હવે ઇડી પાસે જવું પડશે અને હિસાબ આપવો પડશે. સચિન વાજે દર મહિને 100 કરોડ રૂપિયા આપતા હતા, તેનો કેટલો હીસ્સો ક્યાં ક્યાં જતો હતો, તેનો હિસાબ અનિલ પરબ પાસેથી લેવામાં આવશે. ”

આ પણ વાંચો : Maharashtra: 100 કરોડની વસૂલી મામલે અનિલ દેશમુખને ક્લીન ચિટ નહીં, CBI એ કરી સ્પષ્ટતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">