મહારાષ્ટ્ર વકફ બોર્ડ જમીન કેસમાં EDની મોટી કાર્યવાહી, શું આ બોર્ડ મલિકના મંત્રાલય હેઠળ આવે છે ?

|

Nov 11, 2021 | 4:17 PM

મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ જમીન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDએ ગુરુવારે પુણેમાં 7 સ્થળો પર દરોડા પાડીને તપાસ તેજ કરી.

મહારાષ્ટ્ર વકફ બોર્ડ જમીન કેસમાં EDની મોટી કાર્યવાહી, શું આ બોર્ડ મલિકના મંત્રાલય હેઠળ આવે છે ?
Nawab Malik (File Photo)

Follow us on

Maharashtra : જમીનના ગેરકાયદે વેચાણ સાથે સંબંધિત વક્ફ બોર્ડ જમીન કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. ખાસ વાત એ છે કે વક્ફ બોર્ડ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના (Nawab Malik) મંત્રાલય હેઠળ આવે છે જેથી હાલ નવાબની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

EDની કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે NCP નેતા અને કેબિનેટ મંત્રી નવાબ મલિક ક્રુઝ ડ્રગ્સ કેસના (Cruise Drugs Case) સંબંધમાં સતત NCB અને તપાસ અધિકારી સમીર વાનખેડેને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ નવાબ મલિકે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

ડ્રગ્સના કેસમાં મલિક અને ફડણવીસ આમને સામને

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડે બાદ દેવેન્દ્ર ફડણવીસ મલિકના નિશાને આવ્યા છે. ત્યારે હાલ આ ધમાસાણમાં નવાબ મલિકની પુત્રી નિલોફરની પણ એન્ટ્રી થઈ ચુકી છે. નિલોફેરે (Nilofar Malik) દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતાને ‘બિગડે નવાબ’ ટ્વિટર પર વળતો પ્રહાર કર્યો હતો સાથે તેણે દેવેન્દ્ર ફડનવીસને કાનુની નોટિસ મોકલી છે, તેમાં તેણે જણાવ્યુ છે કે, જો તેના પતિની માફી માંગવામાં નહી આવે તો તે કાયદેસરની કાર્યવાહી કરશે.

ફડણવીસે(Devendra Fadanvis)  મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું ,કે મલિકના જમાઈના (Sameer Khan) ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. હવે આ નિવેદન સામે નોટિસ મોકલીને નિલોફર મલિક ખાને કહ્યું કે તેના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું નથી. આ સાથે તેણે ફડણવીસ પાસેથી 5 કરોડ રૂપિયાનું નુકસાન પણ માંગ્યું છે.બીજી તરફ નવાબ મલિકે ટ્વિટ કરીને કહ્યું કે, ફડણવીસે અમારા પર આક્ષેપો કર્યા હતા કે અમારા ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે, મારી પુત્રીએ તેમને નોટિસ મોકલી છે તેમને માફી માંગવા કહ્યું. જો તેઓ માફી નહીં માંગે તો તેઓ માનહાનિનો કેસ દાખલ કરશે.

આરોપો નકલી નોટો અને અંડરવર્લ્ડ લિંક સુધી પહોંચ્યા

આ પહેલા પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે નવાબ મલિકના (Nawab Malik) પરિવારે અંડરવર્લ્ડના લોકો પાસેથી જમીન ખરીદી હતી. દાઉદના લોકો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી હોવાનું પણ કહેવાયું હતું. તેના જવાબમાં મલિક બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે દેવેન્દ્ર ફડણવીસના ‘આશીર્વાદ’ને કારણે મહારાષ્ટ્રમાં ખંડણી અને નકલી નોટોનો ધંધો ચાલી રહ્યો છે.

 

આ પણ વાંચો: નવાબ, ફડણવીસની લડાઈ વચ્ચે નિલોફરની એન્ટ્રી ! મલિકની પુત્રી નિલોફરે દેવેન્દ્ર ફડણવીસને મોકલી કાનુની નોટિસ

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

Next Article