લોકસભામા શિવસેનાના નેતા રાહુલ શેવાલે પર દુબઈની મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, સીએમ શિંદે પાસે હસ્તક્ષેપની કરી માંગ

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શેવાલે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને કહ્યું હતું કે તેની પત્ની સાથેના સંબંધો વણસેલા છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને કહ્યું હતું કે તે તેની પત્નીથી ટૂંક સમયમાં છૂટાછેડા લઈ લેશે અને તે પછી તે તેની (ફરિયાદી) સાથે લગ્ન કરશે.

લોકસભામા શિવસેનાના નેતા રાહુલ શેવાલે પર દુબઈની મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, સીએમ શિંદે પાસે હસ્તક્ષેપની કરી માંગ
Rahul shewale (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:17 AM

મહારાષ્ટ્ર (Maharashtra)માં દુબઈ સ્થિત એક મહિલાએ શિવસેનાના સાંસદ રાહુલ શેવાલે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. દુબઈમાં રહેતી 33 વર્ષીય મહિલાએ રાહુલ શેવાલે (Rahul Shewale) વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે સાંસદ શેવાલેએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાએ ટ્વિટ કરીને તેની ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ને કરી હતી. શેવાલેની પત્ની કામિનીએ તેના પતિ પર મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે 25 થી વધુ વર્ષથી સામાજિક અને રાજકીય જીવનમાં સક્રિય રહેલા તેના સાંસદ પતિની છબીને ખરાબ કરવા માટે ‘ઇરાદાપૂર્વક કાવતરું’ કરવામાં આવી રહ્યું છે.

કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસે અગાઉ તેનું નિવેદન નોંધવા છતાં એફઆઈઆર નોંધી ન હતી. મુંબઈ પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે મહિલાએ આરોપ મૂક્યો છે કે શેવાલે 2020 થી “ભાવનાત્મક અને માનસિક રીતે તેણીનું શોષણ” કરી રહ્યો છે અને તેણીનો બળાત્કાર કરી રહ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શેવાલે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને કહ્યું હતું કે તેની પત્ની સાથેના સંબંધો વણસેલા છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને એવુ કહ્યું હતું કે તે તેની પત્નીથી ટૂંક સમયમાં છૂટાછેડા લઈ લેશે અને તે પછી તે તેની (ફરિયાદી) સાથે લગ્ન કરશે.

રાહુલ શેવાળે એમપી હાઉસમાં ડિનર માટે બોલાવતો હતો – મહિલા

મહિલાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ-ભાષાને કહ્યું, “જ્યારે પણ હું દુબઈથી આવતી ત્યારે સાંસદ રાહુલ શેવાલે મને દિલ્હીના એમપી હાઉસમાં ડિનર માટે આમંત્રિત કરતા હતા. ઑક્ટોબર 2021 માં, મેં ઇન્સ્ટાગ્રામ પર મારો અને શેવાલેનો એક વીડિયો અને ફોટો પોસ્ટ કર્યો, જેના પગલે તેઓએ શારજાહમાં મારી વિરુદ્ધ FIR નોંધાવી અને મારી ધરપકડ કરવામાં આવી. મેં 78 દિવસ જેલમાં વિતાવ્યા પણ બાદમાં નિર્દોષ છૂટી ગઈ.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

મુંબઈની મુલાકાતે આવેલી મહિલાએ દાવો કર્યો હતો કે તેણે આ વર્ષે એપ્રિલમાં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં શેવાલે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મહિલાએ કહ્યું, ‘મને ખબર પડી કે શેવાલેની ફરિયાદ પર સાકીનાકા પોલીસે મારી સામે છેડતી અને આઈપીસીની અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. મેં પોલીસને તમામ પુરાવા આપ્યા અને રાષ્ટ્રીય મહિલા આયોગનો પણ સંપર્ક કર્યો. હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ શેવાલે વિરુદ્ધ કાર્યવાહી કરે અને પોલીસને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવા નિર્દેશ કરે.

મહિલાએ બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનું શરૂ કર્યુંઃ સાંસદ રાહુલ

સાકીનાકા પોલીસે 11 જુલાઈના રોજ શેવાલે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટના નિર્દેશો પર ખંડણી, છેતરપિંડી અને બદનક્ષીના આરોપમાં મહિલા વિરુદ્ધ FIR નોંધી હતી. સાંસદે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે મહિલાએ તેના વ્યવસાય માટે નાણાકીય સહાય મેળવવાના બહાને તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ આખરે તેને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે મહિલાએ તેની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. શેવાળેએ એમ પણ કહ્યું હતું કે તે ફેબ્રુઆરી 2020 માં એક નજીકના મિત્ર દ્વારા મહિલાને મળ્યો હતો.

સાંસદની પત્ની કામિની શેવાળેએ તેમના નિવેદનમાં મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું, મહિલા છેલ્લા કેટલાક મહિનાઓથી મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી રહી હતી. એક મહાનુભાવને બદનામ કરવાના ઇરાદાથી ધાકધમકી આપવાનો કેસ પણ શારજાહમાં થોડા મહિનાઓ પહેલા નોંધવામાં આવ્યો હતો અને તે લગભગ 80 દિવસની જેલમાં પણ રહી હતી.. મહિલા ગુનાહિત પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેનો ભાઈ એક મહિલા પર બળાત્કાર અને હત્યાના આરોપમાં દિલ્હીની જેલમાં સજા કાપી રહ્યો છે. સાંસદ રાહુલ શેવાળેની રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું આ એક જાણી જોઈને કરાયેલ કાવતરું છે.

g clip-path="url(#clip0_868_265)">