Maharashtra political crisis: 16 બળવાખોરોને ગેરલાયક ઠેરવવા વિધાનસભા ઉપાધ્યક્ષની નોટિસ, શિવસેના પણ શિંદે વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે

|

Jun 25, 2022 | 4:57 PM

મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલે, એકનાથ શિંદે સહિત 16 બળવાખોર ધારાસભ્યોને તેમની સદસ્યતા રદ કરતા પહેલા જવાબ આપવા માટે 27 જૂન સુધીનો સમય આપ્યો છે. શિવસેના હવે એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે.

Maharashtra political crisis: 16 બળવાખોરોને ગેરલાયક ઠેરવવા વિધાનસભા ઉપાધ્યક્ષની નોટિસ, શિવસેના પણ શિંદે વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે
Eknath shinde group

Follow us on

શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હવે શિંદે જૂથ સામે એકતરફી લડાઈમાં ઉતર્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથ પર કડક કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલે એકનાથ શિંદે સહિત 16 બળવાખોરોને નોટિસ પાઠવી છે. ધારાસભ્યોની સદસ્યતા રદ કરતા પહેલા જવાબ આપવા માટે 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ શિવસેનાએ શિંદે જૂથનું નામ બાળાસાહેબના નામ સામે રાખવા સામે ચૂંટણી પંચનો (Election Commission) સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ક્ષણ-ક્ષણે વધી રહ્યું છે, પરંતુ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે હાર માનવા તૈયાર નથી. તેમણે હવે એકનાથ શિંદે જૂથ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ શિવસેનાએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એકનાથ શિંદે વિરુદ્ધ ચાર ઠરાવ પસાર કર્યા. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે શિવસેનાના પત્રની નોંધ લીધી છે. બળવાખોરોની સદસ્યતા રદ કરવા માટે, ડેપ્યુટી સ્પીકરનરહરિ જીરવાલે, એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોને નોટિસ પાઠવી છે કે તેમની સદસ્યતા કેમ રદ ના કરવી અને આ અંગે 27 જૂન, સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં તેમનો જવાબ માંગ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શિવસેનાએ ચાર ઠરાવ પસાર કર્યા

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી શિવસેના પ્રથમ પ્રસ્તાવ હેઠળ ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચમાં અપીલ કરશે કે અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ બાળાસાહેબના નામનો ઉપયોગ ના કરે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ બળવાખોરો પર કાર્યવાહી કરશે. શિવસેનાની હિન્દુત્વ અને મરાઠી ઓળખનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અંતિમ ઠરાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

તમારા પિતાના નામ પર ચૂંટણી લડો: ઉદ્ધવ

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર સીધો વાકપ્રહાર કર્યો હતો. શિંદે પોતાના જૂથને શિવસેના બાળાસાહેબનું નામ આપતાં ઉદ્ધવે કહ્યું કે જો કોઈને ચૂંટણી લડવી હોય તો તમારા પિતાના નામ પર લડો. બાળાસાહેબ તેમના પિતા હતા અને તેમના નામનો અન્ય કોઈ ઉપયોગ કરી શકે નહીં.

 

Next Article