મની લોન્ડરિંગ કેસમાં કૈલાશ ગાયકવાડની વધી મુશ્કેલી, EDએ સમન્સ મોકલતા પુછપરછ માટે થયા હાજર

|

Sep 30, 2021 | 3:07 PM

મહારાષ્ટ્રના નાયબ ગૃહ સચિવ કૈલાશ ગાયકવાડની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કચેરી પહોંચ્યા હતા.

મની લોન્ડરિંગ કેસમાં કૈલાશ ગાયકવાડની વધી મુશ્કેલી, EDએ સમન્સ મોકલતા પુછપરછ માટે થયા હાજર
deputy home secretary kailas gaikwad reached ED office

Follow us on

Maharashtra : અનિલ દેશમુખે ઇડી દ્વારા જારી કરાયેલા સમન્સ સામે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી કેન્દ્રીય એજન્સીએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પાલાંદેની પણ ધરપકડ કરી હતી.ત્યારે આ કેસમાં હવે નાયબ ગૃહ સચિવ કૈલાશ ગાયકવાડની (kailas gaikwad )મુશ્કેલી વધી રહી છે.

ED એ અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યુ

તમને જણાવી દઈએ કે, મની લોન્ડરિંગ કેસમાં ED ની તપાસ હેઠળ આવેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જણાય છે. ED તેની સામે નોંધાયેલા 100 કરોડની વસૂલાત મામલે કેસની તપાસ કરી રહી છે. ED એ (Enforcement Directorate) અત્યાર સુધી અનિલ દેશમુખને ઓછામાં ઓછી ત્રણ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે ,છતા તે ED ઓફિસમાં હાજર થયા નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દેશમુખે હાઇકોર્ટનો દ્વાર ખટખટાવ્યા

અનેકવાર સમન્સ મોકલવા છતા દેશમુખ ઇડી ઓફિસમાં હાજર થયા નથી.જો કે, તેના વકીલે આ મામલે ઇડી ઓફિસ સમક્ષ હાજર ન થવાના કારણો બતાવ્યા છે. અનિલ દેશમુખે (Anil Deshmukh) ઇડી દ્વારા જારી કરાયેલા સમન્સ સામે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી દ્વારા અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પાલાંદેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ED એ સાંસદ ભાવના ગવલીને પણ સમન્સ પાઠવ્યું હતું

શિવસેના નેતા અને સાંસદ ભાવના ગવલીને મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને 4 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ઇડી ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. ભાવના ગવલી મહારાષ્ટ્રની યવતમાલ-વાશિમ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. અગાઉ, એજન્સીએ પીએમએલએની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગવલીના કથિત સહાયક સઈદ ખાનની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

આ પણ વાંચો:  Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

Published On - 3:02 pm, Thu, 30 September 21

Next Article