દાઉદ ઈબ્રાહીમને મારવાની કસમ લેનાર ગેંગસ્ટર અલી બુદેશનું મોત, મુંબઈથી ભાગીને બહેરીનમાં રહેતો હતો

1998 બાદ અલી બુદેશને દાઉદ ઈબ્રાહિમ સાથે ઝઘડો થયો હતો. છોટા રાજન, દાઉદ ઈબ્રાહિમ અને અલી બુદેશ એકઠા થયા અને ત્રણેય સાથે મળીને દાઉદના ઘણા સાગરિતોને ઠેકાણે લગાવ્યા હતા.

દાઉદ ઈબ્રાહીમને મારવાની કસમ લેનાર ગેંગસ્ટર અલી બુદેશનું મોત, મુંબઈથી ભાગીને બહેરીનમાં રહેતો હતો
Dawood Ibrahim & Ali Budesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:02 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) સાથે પંગો લેનાર અને તેને મારી નાખવાની કસમ ખાનાર ગેંગસ્ટર અલી બુદેશ (Ali Budesh)  નું બહેરીનમાં મોત થયું છે. અલી બુધેશ મુંબઈના ઘાટકોપર વિસ્તારનો રહેવાસી હતો. પોલીસ ટીમને ચકમો આપીને તે વિદેશ ભાગી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તેનો બહેરીનમાં બેઝ હતો. તે બહેરીનથી તેનું દાણચોરીનું નેટવર્ક ચલાવતો હતો. અલી બુદેશ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અલી બુદેશનું મૃત્યુ બીમારીના કારણે થયું હતું. અલી બુદેશ અગાઉ દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે નજીકથી સંકળાયેલો હતો. બાદમાં તેણે વિવિધ કારણોસર દાઉદ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ પછી અલી બુદેશ દાઉદ ઈબ્રાહિમનો જાની દુશ્મન બની ગયો.

અલી બુદેશે દાઉદ ઈબ્રાહિમને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. પાકિસ્તાનમાં આશ્રય લેનાર દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ છોટા શકીલે 2021માં અલી બુદેશને મારવા માટે મુંબઈના જાન મોહમ્મદ નામના ગેંગસ્ટરને સોપારી આપી હતી. આ પછી તે અલી બુદેશને મારવા બહેરીન પહોંચ્યો હતો. પરંતુ અલી બુદેશ તેના હાથમાં આવ્યો ન હતો. આ દરમિયાન છોટા રાજન, દાઉદ ઈબ્રાહિમ અને અલી બુદેશ ભેગા થઈ ગયા હતા અને ત્રણેય મળીને દાઉદના ઘણા સાગરિતોને ઠેકાણે લગાવ્યા હતા.

આવી રીતે વધાર્યો હતો દાણચોરીનો કારોબાર

g clip-path="url(#clip0_868_265)">