Cyclone Tauktae: મહારાષ્ટ્રમાં તાઉતેના પ્રકોપથી 6 લોકોના મોત, 9 ઘાયલ

|

May 17, 2021 | 9:26 PM

મહારાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ 6 લોકોના ભોગ લીધા છે. ત્યારે 9 લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચક્રવાતથી રાજ્યમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી છે.

Cyclone Tauktae: મહારાષ્ટ્રમાં તાઉતેના પ્રકોપથી 6 લોકોના મોત, 9 ઘાયલ

Follow us on

મહારાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ 6 લોકોના ભોગ લીધા છે. ત્યારે 9 લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચક્રવાતથી રાજ્યમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી છે. સોમવારે મહારાષ્ટ્રના દરિયાકાંઠે અલગ-અલગ સ્થળોએ વિનાશકારી ચક્રવાત તાઉતેએ 6  લોકોની બલી લીધી અને 9 લોકોને ઈજાઓ પહોંચાડી હતી.

 

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વાવાઝોડાના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચયું અને ઝાડ પડી ગયા હતાં અને મુંબઈ જલમગ્ન થઈ ગયું, રાજ્ય સરકારે દરિયાકાંઠાના વિસ્તાર સિંધુદુર્ગ, રત્નાગિરી અને રાયગઢના જિલ્લાઓમાંથી 12,420 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડ્યા હતા.

 

 

સિંધુદુર્ગમાં દેવગઢ પરથી બે નૌકાઓ ઉંધી વડી જતા એક માછીમાર ડૂબી ગયો અને ત્રણ અન્ય લાપતા થયા, રાયગઢ અને થાણે જિલ્લામાં અનુક્રમે ત્રણ અને બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલ થયેલા 9 લોકોમાંથી ચાર મુંબઈના, બે રત્નાગિરિ, 2 રાયગઢ અને એક થાણેમાં હતો. કુલ 2,542 મકાનો આંશિક નાશ પામ્યા હતા.

 

આ પણ વાંચો: Cyclone Tauktae: મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે નાળાનું પાણી ઓવરફ્લો, રહેણાંક વિસ્તારમાં ભરાયું પાણી

Next Article