Mumbai: પરમબીર સિંહના ઘરની બહાર ‘ફરાર’ જાહેર કરતો કોર્ટનો આદેશ ચોંટાડાયો, 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ

|

Nov 23, 2021 | 8:48 PM

ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા છે. જે બાદ હવે તેમના ઘરની બહાર પણ ઓર્ડર ચોંટાડવામાં આવ્યો છે.

Mumbai: પરમબીર સિંહના ઘરની બહાર ફરાર જાહેર કરતો કોર્ટનો આદેશ ચોંટાડાયો, 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ
Former Mumbai Police Commissioner Parambir Singh (file photo).

Follow us on

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર (former Mumbai Police Commissioner) પરમબીર સિંહને (Parambir Singh)  મુખ્ય મેટ્રોપોલિટન જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટ (Splanned) દ્વારા ફરાર જાહેર (Absconding)  કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. જે બાદ હવે આજે (મંગળવારે) કોર્ટનો આ આદેશ જુહુ સ્થિત તેમના ફ્લેટની બહાર ચોંટાડવામાં આવ્યો છે.

બુધવારે ચીફ મેટ્રોપોલિટન જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટ (એસ્પ્લેનેડ)ના જજે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા. પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો તેઓ સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ફરાર જાહેર કરવાની માંગ

મુંબઈના ગોરેગાંવમાં રિકવરી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ અને તપાસ માટે હાજર રહ્યા ન હતા. પરમબીર સિંહની સાથે વિનય સિંહ અને રિયાઝ ભાટીને પણ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં વસૂલાતના ઘણા કેસ નોંધાયેલા છે. વારંવાર સમન્સ પાઠવ્યા પછી પણ પરમબીર સિંહ હાજર ન રહેતાં ક્રાઈમ બ્રાન્ચે તેમને ફરાર જાહેર કરવા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જનરલ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલને મંજૂરી આપી હતી. જે બાદ મંગળવારે પરમબીર સિંહને ‘ફરાર’ જાહેર કરતો આદેશ તેમના જુહુ સ્થિત ફ્લેટની બહાર ચોંટાડવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ધરપકડથી આપ્યુ રક્ષણ 

સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપનારી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપતા, ચાલુ તપાસ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કોર્ટને કહ્યું કે (પરમબીર સિંહ) દેશમાં જ છે, પરંતુ તેમના જીવને ખતરો છે, તેથી તેઓ છુપાઈ રહ્યા છે.

આ પણ વાંચો : મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

Next Article