Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona in Mumbai : ક્યાંક રાહત તો ક્યાંક આફત, મુંબઈમાં કોરોનાની આવી છે હાલત

મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે સાથે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પરંતુ કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં, ઝૂંપડપટ્ટીઓ અને ચાલોમાં એક પણ સક્રિય કન્ટેનમેન્ટ ઝોન નથી, પરંતુ 29 બીલ્ડીંગ સીલ કરવી પડી છે.

Corona in Mumbai : ક્યાંક રાહત તો ક્યાંક આફત, મુંબઈમાં કોરોનાની આવી છે હાલત
મુંબઈમાં કોરોના વાયરસની પરિસ્થિતિ (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:04 PM

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વિસ્તારમાં રાહતની વાત છે કે કોરોના સંક્રમિતોની (Corona in Mumbai) સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા (Corona Death Rate) પણ ઘટી છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે સક્રિય કોરોના દર્દીઓની (Active Corona Cases) સંખ્યામાં અગાઉની સરખામણીમાં વધારો થયો છે.

ઓગસ્ટના છેલ્લા દિવસે 323 નવા કોરોના કેસ નોંધાયા હતા. 30 ઓગસ્ટના રોજ આ સંખ્યા 334 હતી. સ્વસ્થ થનારાઓની વાત કરીએ તો, 272 લોકો કોરોનામાંથી સાજા થયા હતા. 30 ઓગસ્ટના રોજ આ સંખ્યા 311 હતી. એ જ રીતે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈમાં કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મોત થયું છે. 31 ઓગસ્ટના રોજ એક દિવસમાં 2 લોકોના મોત થયા હતા.

મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ 22 હજાર 621 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 15 હજાર 977 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોના રિકવરી રેટ (Corona Recovery Rate) હાલમાં 97 ટકા છે. કોરોના સંક્રમણનો ગ્રોથ રેટ હાલમાં 0.05 ટકા છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમયગાળો હવે 1 હજાર 511 દિવસ સુધી પહોંચી ગયો છે.

41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો

મુંબઈમાં 29 બીલ્ડીંગો સીલ કરી દેવામાં આવી, હવે ઝૂંપડપટ્ટીઓ અને ચાલીમાં એક પણ કન્ટેનમેન્ટ ઝોન નહી

મુંબઈમાં આખા દિવસ દરમિયાન 30 હજાર 421 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ માહિતી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. હાલમાં, ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓમાં એક પણ સક્રિય કન્ટેનમેન્ટ ઝોન બાકી રહ્યો નથી. પરંતુ 29 ઇમારતોને સીલ કરવી પડી છે.

શહેરમાં ભીડને નિયંત્રિત કરવી જરૂરી છે, બોમ્બે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

આ તરફ, શહેરના બજારો અને જાહેર સ્થળોએ વધતી ભીડને જોતા બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે મંગળવારે ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે જો ભીડને કાબૂમાં રાખવામાં નહીં આવે તો કોરોનાની બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઈ હતી તે ફરી ઉભી થશે. આમ પણ, નિષ્ણાતો સતત કોરોનાની ત્રીજી લહેરની (Third Wave of Corona) આગાહી કરી રહ્યા છે. તેથી, વહીવટીતંત્રે અને પ્રજાએ પરિસ્થિતિની ગંભીરતાને સમજવી જોઈએ અને સાવચેતી પણ રાખવી જોઈએ.

હાઇકોર્ટની વહીવટી બેઠક સોમવારે મળી હતી. આ બેઠકમાં વકીલો અને અન્ય નિષ્ણાતોએ હાજરી આપી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ટાસ્ક ફોર્સના વડા ડો. રાહુલ પંડિતે પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે એપ્રિલ 2022 પહેલા દેશને કોરોનાથી છૂટકારો મળી શક્શે નહીં. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાએ આ માહિતી આપી.

આ પણ વાંચો :  Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ

આ પણ વાંચો : “તુ પાણી પૂરી કેમ લાવ્યો ?” આવો ઝઘડો કરી પત્નીએ કરી આત્મહત્યા, જાણો કઈ રીતે પાણી પૂરી બની મોતનું કારણ

g clip-path="url(#clip0_868_265)">