Corona in Maharashtra : આ દેશોમાંથી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત, 3 સપ્ટેમ્બરથી નિયમો લાગુ
જે મુસાફરો યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વથી સીધા અથવા આ દેશોથી થઈને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરશે, ત્યારે તેઓએ અહીં પોતાનો ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
કોવિડ -19 વાયરસના નવા અને ઝડપથી ફેલાતા વેરીયન્ટને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા ભારતમાં આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ મુજબ, જે મુસાફરો યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વેથી સીધા અથવા આ દેશોમાં થઈને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે, તે તમામ મુસાફરોએ એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
આ નિયમ 3 સપ્ટેમ્બર 2021 ની મધ્યરાત્રિથી અમલમાં આવશે. આ રીતે, સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે હવાઈ માર્ગે આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઈનસ્ટીટ્યુશનલ ક્વોરટીનનો (Institutional Quarantine) નિયમ રદ કરવામાં આવ્યો છે.
શું છે નવી ગાઈડલાઈનની શરતો ?
- યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વેથી સીધા અથવા આ દેશો મારફતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરનારા તમામ મુસાફરોએ એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
- આ નિયમ 3 સપ્ટેમ્બર 2021 ની મધ્યરાત્રિથી અમલમાં આવશે.
- તપાસના નિયમો મુજબ, આ પહેલાના આદેશોમાં અપવાદ રૂપે રાખવામાં આવેલા એકાદ વિષયને છોડીને બધી શર્તો રદ કરી દેવામાં આવી છે. (ઉદાહરણ તરીકે, પ્રવાસીઓ કે જેમણે સંપૂર્ણ/કોવિડ વિરોધી રસીના બંને ડોઝ લીધા છે, 65 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો વગેરે.)
- મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરનારા અને અહી આવીને આગળની યાત્રા માટે બીજુ વિમાન પકડનારા બધા આંતરરાષ્ટ્રીય યાત્રીયો માટે (યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરિશિયસ, ન્યુઝીલેન્ડ અને ઝીમ્બાવેને છોડીને) છેલ્લા 72 કલાકનો RT-PCR નેગેટિવ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી રહેશે.
- તેમને એરપોર્ટથી બહાર નીકળવા માટેની મંજૂરી મળશે. નેગેટિવ રિપોર્ટ રજૂ કરનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. આ નિયમ 3 સપ્ટેમ્બર 2021 થી પણ લાગુ થશે
- તમામ મુસાફરોએ સેલ્ફ-ડીકલેરેશન ફોર્મ (Self-declaration form) ભરી અને અંડરટેકીંગ (Undertaking) લખીને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત અધિકારીઓને આપવું જરૂરી રહેશે. આ મુસાફરોએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં (Home Quarantine) રહેવું પડશે.
દર કલાકે 600 લોકોનું પરીક્ષણ કરવામાં આવશે
એરપોર્ટ પર મુસાફરોના આરટી-પીસીઆર પરીક્ષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર કલાકે 600 લોકોનું પરીક્ષણ કરી શકાય છે. આ માટે મુસાફરોએ 600 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ ઠાકરે હુમલામાં ઘાયલ મહિલા અધિકારીને મળ્યા, શું ફેરીયાઓના બહાને ઉત્તર ભારતીયોને બનાવાયા નિશાન?
આ પણ વાંચો : Corona in Mumbai : ક્યાંક રાહત તો ક્યાંક આફત, મુંબઈમાં કોરોનાની આવી છે હાલત