કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર-BMC વચ્ચે વિવાદ, જાણો XE ના લક્ષણો

|

Apr 07, 2022 | 7:38 AM

BMCએ દાવો કર્યો હતો કે 50 વર્ષની મહિલામાં કોરોનાના નવા સબ-વેરિયન્ટ XEની (Variant XE) પુષ્ટિ થઈ છે, જેમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. કોરોના સંક્રમિત મહિલાએ રસીના બંને ડોઝ લીધા હતા.

કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર-BMC વચ્ચે વિવાદ, જાણો XE ના લક્ષણો
Corona (symbolic image)

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સામ સામે આવી ગયા હોય તેમ લાગે છે. મુંબઈમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ XEના (Variant XE) કેસ મળી આવ્યા હોવાની વાત BMC એ કરી છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નજીકના સૂત્રોએ બીએમસીના દાવાને નકારી કાઢતા કહ્યુ છે કે, દર્દીના નમૂનાના જીનોમ સિક્વન્સિંગ XE વેરિયન્ટની પુષ્ટિ કરતું નથી. આ પહેલા બુધવારે BMCએ દાવો કર્યો હતો કે 50 વર્ષની મહિલામાં કોરોનાના નવા સબ-વેરિયન્ટ XEની પુષ્ટિ થઈ છે. જેમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. કોરોના સંક્રમિત મહિલાએ રસીના બંને ડોઝ લીધા છે.

BMC અનુસાર, નવા પ્રકારની પુષ્ટિ કરવા માટે નમૂનાને વધુ વિશ્લેષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG)ને મોકલવામાં આવશે. BMCના દાવા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે. જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ દર્દીના નમૂનામાં XE વેરિયન્ટની હાજરીને નકારી કાઢી છે.

આ અત્યાર સુધીનું સૌથી વધુ ચેપી કોવિડ વર્ઝન હોઈ શકે છે.

  1. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જણાવે છે કે XE સબ વેરિયન્ટ Omicron ના BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી હોવાનું જણાય છે.
  2. WHO કહે છે કે XE મ્યુટેશન હાલમાં Omicron વેરિયન્ટના ભાગ રૂપે ટ્રેક કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી, ત્વચામાં બળતરા વગેરેનો સમાવેશ થાય છે.
  3. અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  4. યુકેમાં 19 જાન્યુઆરીએ પ્રથમ વખત તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે.
  5. યુકે હેલ્થ બોડી XD, XE અને XF નો અભ્યાસ કરી રહી છે. XD એ Omicron ના BA.1 પરથી ઉતરી આવ્યું છે. તો બીજીબાજુ, XF એ ડેલ્ટા અને BA.1 નું રિકોમ્બિનન્ટ વર્ઝન છે.
  6. અહેવાલમાં યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA)ના ચીફ મેડિકલ ઓફિસર સુસાન હોપકિન્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારને “રિકોમ્બિનન્ટ” તરીકે ઓળખવામાં આવે છે.
  7. XE વેરિયન્ટ થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ મળી આવ્યું છે. WHOએ કહ્યું છે કે મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે.
  8. એવા કોઈ પુરાવા નથી કે XE રોગની તીવ્રતામાં વધુ ગંભીર છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ પ્રકારો ઓછા ગંભીર હોવાનું જોવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

ભારતમાં નથી મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ, સરકારી સૂત્રોએ મુંબઈમાં પહેલો કેસ મળી આવ્યો હોવાના મીડિયા અહેવાલોને નકાર્યા

આ પણ વાંચોઃ

WHOએ જેની ચેતવણી આપેલી તે ઓમીક્રોન XE વેરીઅન્ટની મુંબઈમાં દસ્તક, પ્રથમ કેસ નોંધાતા ચિંતાની લકીર ખેંચાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article