ભારતમાં નથી મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ, સરકારી સૂત્રોએ મુંબઈમાં પહેલો કેસ મળી આવ્યો હોવાના મીડિયા અહેવાલોને નકાર્યા

જ્યારે INSACOG (Indian SARS-CoV-2 Genomic Consortium) હેઠળ નેક્સ્ટ લેવલ જિનોમ સિક્વન્સિંગ પદ્ધતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનું જિનોમ સિક્વન્સ XE ના જિનોમ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતું નથી.

ભારતમાં નથી મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ, સરકારી સૂત્રોએ મુંબઈમાં પહેલો કેસ મળી આવ્યો હોવાના મીડિયા અહેવાલોને નકાર્યા
coronavirus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:26 PM

ભારતમાં કોરોનાનો નવો XE વેરિઅન્ટ મળ્યો (No Corona XE Variant Case in India) નથી. મુંબઈમાં કોવિડ 19ના નવા XE વેરિઅન્ટનો કેસ મળી આવ્યો હોવાનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્સ સંબંધિત સમાચારોને સરકારી સૂત્રોએ ખોટા ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ ‘XE’ વેરિઅન્ટના કેસ મળવાના કોઈ પુરાવા નથી. તેથી, બુધવારે સરકારી સૂત્રોએ ભારતમાં કોવિડ 19ના આ નવા વેરીઅન્ટનો પ્રથમ કેસ મળવાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોને ઉલ્લેખીને આ સમાચાર આપ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસવામાં આવેલા સેમ્પલની ફાસ્ટ ક્યૂ ફાઇલો (એટલે ​​​​કે ટૂંકમાં ઝડપથી જોવામાં આવતી ફાઈલો) માંના એક કેસને XE વેરિઅન્ટના કેસ તરીકે ગણવામાં આવ્યો હતો. જ્યારે INSACOG (Indian SARS-CoV-2 Genomic Consortium) હેઠળ નેક્સ્ટ લેવલ જિનોમ સિક્વન્સિંગ પદ્ધતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનું જિનોમ સિક્વન્સ XE ના જિનોમ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતું નથી. આવી સ્થિતિમાં, મળેલા પુરાવા કોઈ પણ રીતે એ સાબિત નથી કરતા કે મળી આવેલ કેસ કોવિડ 19 ના XE પ્રકાર સાથે સંબંધિત છે.

બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે મુંબઈમાં એક XE અને એક Kappa વેરિઅન્ટનો કેસ મળી આવ્યો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે અગાઉ દાવો કર્યો હતો કે મુંબઈમાં એક XE અને એક કપ્પા વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. આ અંદાજ નિયમિત પરીક્ષણ પર આધારિત હતો. પરંતુ આગલા સ્તરની તપાસમાં આ બાબત ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાનું XE મ્યુટન્ટ સબ વેરિઅન્ટ એ BA1 અને BA2નું સંયોજન છે. જે યુકેમાં 19 જાન્યુઆરીના રોજ પ્રથમવાર મળી આવ્યો હતો.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

કોવિડના XE મ્યુટન્ટને અત્યાર સુધીનું સૌથી ઝડપી ચેપ લાગતું મ્યુટન્ટ માનવામાં આવે છે. તે કોવિડના સબ-વેરિઅન્ટ BA2 કરતા અનેકગણી ઝડપથી સંક્રમિત હોવાનું માનવામાં આવે છે. જો કે, ભારતના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે સંપૂર્ણ રીતે કહી શકાય તેમ નથી કે તે દેશમાં વધુ એક કોરોના લહેર લાવવાની શક્તિ ધરાવે છે. તેમ છતાં સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">